જાહેરાત મુંબઈ ક્રિકેટ અસોસિએશન (એમસીએ)એ ગઈ કાલે કરી હતી
ફાઇલ તસવીર
આજે ભારતની મહિલા ક્રિકેટર્સનો મુંબઈ (વાનખેડે સ્ટેડિયમ) અને નવી મુંબઈ (ડી. વાય. પાટીલ સ્ટેડિયમ)માં ક્રિકેટોત્સવ શરૂ થાય છે, જેમાં ભારતની ઇંગ્લૅન્ડ તથા ઑસ્ટ્રેલિયા સામે વિવિધ ફૉર્મેટની મૅચો રમાશે અને આ મૅચો જોવા આવનાર પ્રેક્ષકોને સ્ટેડિયમમાં મફતમાં પ્રવેશ અપાશે એવી જાહેરાત મુંબઈ ક્રિકેટ અસોસિએશન (એમસીએ)એ ગઈ કાલે કરી હતી ઃ (૧) ૨૯ નવેમ્બર, ૧ તથા ૩ ડિસેમ્બરે બપોરે ૧.૩૦ વાગ્યાથી વાનખેડેમાં ઇન્ડિયા ‘એ’ વિરુદ્ધ ઇંગ્લૅન્ડ ‘એ’ (૨) ૬, ૯, ૧૦ ડિસેમ્બરે સાંજે ૭.૦૦ વાગ્યાથી વાનખેડેમાં ભારત-ઇંગ્લૅન્ડની વિમેન્સ ટી૨૦ સિરીઝ (૩) ૧૪-૧૭ ડિસેમ્બર દરમ્યાન ડી. વાય. પાટીલમાં ભારત-ઇંગ્લૅન્ડની એકમાત્ર વિમેન્સ ટેસ્ટ (૪) ૨૧-૨૪ ડિસેમ્બર દરમ્યાન વાનખેડેમાં ભારત-ઑસ્ટ્રેલિયાની એકમાત્ર વિમેન્સ ટેસ્ટ (૫) ૨૮ તથા ૩૦ ડિસેમ્બર અને ૨ જાન્યુઆરીએ વાનખેડેમાં બપોરે ૧.૩૦ વાગ્યાથી ભારત-ઑસ્ટ્રેલિયાની વિમેન્સ વન-ડે સિરીઝ (૬) ૫, ૭ અને ૯ જાન્યુઆરીએ ડી. વાય. પાટીલમાં ભારત-ઑસ્ટ્રેલિયા વિમેન્સ ટી૨૦ સિરીઝ.


