Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં ૩૦૦ રનની ઓપનિંગ ભાગીદારી સાથે મજબૂત શરૂઆત કરી ન્યુ ઝીલૅન્ડે

ઇંગ્લૅન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં ૩૦૦ રનની ઓપનિંગ ભાગીદારી સાથે મજબૂત શરૂઆત કરી ન્યુ ઝીલૅન્ડે

Published : 26 June, 2026 10:27 AM | IST | Nottingham
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

87 વખત એક ટેસ્ટ-ઇનિંગ્સમાં બે ઓપનર્સે સદી ફટકારી. છેલ્લી બે ઘટનામાં પણ આ જ ઓપનર્સે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ-મૅચમાં બન્ને ઇનિંગ્સમાં સદી કરી હતી.

ટૉમ લૅધમ અને ડેવોન કૉન્વેએ ટેસ્ટ-મૅચમાં ન્યુ ઝીલૅન્ડ માટે બીજી ૩૦૦ રનની ઓપનિંગ ભાગીદારીનો રેકૉર્ડ કર્યો છે

ટૉમ લૅધમ અને ડેવોન કૉન્વેએ ટેસ્ટ-મૅચમાં ન્યુ ઝીલૅન્ડ માટે બીજી ૩૦૦ રનની ઓપનિંગ ભાગીદારીનો રેકૉર્ડ કર્યો છે


ટ્રેન્ટ બ્રિજમાં ગઈ કાલે ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ૧-૧થી લેવલ થયેલી ટેસ્ટ-સિરીઝની અંતિમ મૅચ શરૂ થઈ હતી. ત્રીજી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ન્યુ ઝીલૅન્ડે ૩૦૦ રનની ઓપનિંગ ભાગીદારી સાથે મજબૂત શરૂઆત કરી હતી. આ સમાચાર લખાઈ રહ્યા હતા ત્યારે ન્યુ ઝીલૅન્ડે ૬૭.૩ ઓવરમાં ૩૦૦ રન કરીને એક પણ વિકેટ ગુમાવી નહોતી. ટેસ્ટ-મૅચમાં ન્યુ ઝીલૅન્ડ માટે બીજી ૩૦૦ રનની ઓપનિંગ ભાગીદારીનો રેકૉર્ડ ટૉમ લૅધમ અને ડેવોન કૉન્વેએ કર્યો છે. કૅપ્ટન ટૉમ લૅધમે ૨૦૦ બૉલમાં ૧૪ ફોરના આધારે ૧૪૨ રન કર્યા હતા. ડેવોન કૉન્વેએ ૨૦૮ બૉલમાં ૨૨ ફોર અને ત્રણ સિક્સની મદદથી ૧૪૮ રન કર્યા હતા.

પાકિસ્તાનનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર હવે બ્રિટિશ નાગરિક બની ગયો છે



પાકિસ્તાન માટે છેલ્લે ૨૦૨૪ના T20 વર્લ્ડ કપમાં રમનાર મોહમ્મદ આમિર હવે બ્રિટિશ નાગરિક બન્યો છે. ૩૪ વર્ષના મોહમ્મદ આમિરે બ્રિટિશ પત્નીના આધારે બ્રિટિશ પાસપોર્ટ મેળવી લીધો છે. બ્રિટિશ પાસપોર્ટને કારણે IPLમાં તેની ભાગીદારીની સંભાવના પણ વધી છે. હાલમાં ઇંગ્લૅન્ડમાં રમાઈ રહેલી T20 બ્લાસ્ટ સીઝનની વચ્ચેથી તે વિદેશી ખેલાડીને બદલે સ્થાનિક ખેલાડી તરીકે રમશે. તેણે નૉર્ધમ્ટનશર સાથે સ્થાનિક ખેલાડી તરીકે કરાર કર્યો છે. T20 બ્લાસ્ટમાં ૨૦૧૭થી ત્રણ ટીમો માટે રમીને મોહમ્મદ આમિરે ૪૫ મૅચમાં ૫૪ વિકેટ લીધી છે.


પાવર-હિટિંગની ટ્રેઇનિંગ માટે પાકિસ્તાની ખેલાડીઓ ૪ મહિના માટે અમેરિકા જશે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતાના ક્રિકેટર્સની રમતમાં સુધારા કરવા મોટું પગલું લેવા જઈ રહ્યું છે. તેઓ કુશળતા શોધવા માટે એક કાર્યક્રમના ભાગરૂપે મુઠ્ઠીભર ક્રિકેટરોને અમેરિકા મોકલવાની તૈયારી કરી રહ્યા છે. પાકિસ્તાનના વાઇટ-બૉલ ટીમના હેડ કોચ માઇક હેસન કહે છે, ‘અમે કેટલાક ખેલાડીઓને અમેરિકા મોકલી રહ્યા છીએ. કયા ખેલાડીઓને મોકલવા એ વિશે અંતિમ નિર્ણય હજુ બાકી છે. અમે ખેલાડીઓને પાવર-હિટિંગની વિવિધ પદ્ધતિઓ અને ફક્ત એક અલગ શિક્ષણ-વાતાવરણનો પરિચય કરાવવા માગીએ છીએ. આ ટ્રેઇનિંગ ૪ મહિનાની હશે. અમે ખરાબ ફિટનેસ ધરાવતી ટીમ તરીકેની છાપમાં પણ સુધારો કરવા પર કામ કરી રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2026 10:27 AM IST | Nottingham | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK