Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાનને ૧૧૦ રને આઉટ કરીને સતત પાંચ હાર પછી વન-ડે મૅચ જીતી શ્રીલંકન ટીમ

પાકિસ્તાનને ૧૧૦ રને આઉટ કરીને સતત પાંચ હાર પછી વન-ડે મૅચ જીતી શ્રીલંકન ટીમ

Published : 28 October, 2026 03:59 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રિકોણીય વન-ડે સિરીઝમાંથી ઇંગ્લૅન્ડ આઉટ, પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે રમાશે ફાઇનલ

પાકિસ્તાનના ૭ બૅટર્સ માત્ર સિંગલ ડિજિટમાં સ્કોર કરી શક્યા હતા.

પાકિસ્તાનના ૭ બૅટર્સ માત્ર સિંગલ ડિજિટમાં સ્કોર કરી શક્યા હતા.


પાકિસ્તાનમાં આયોજિત ત્રિકોણીય વન-ડે સિરીઝમાંથી ઇંગ્લૅન્ડ બહાર થઈ ગયું છે. સતત ત્રણ મૅચ હારીને તળિયે રહેલી ઇંગ્લૅન્ડની ટીમ ગુરુવારે શ્રીલંકા સામે ઔપચારિક મૅચ રમશે. પાકિસ્તાનને સિરીઝમાં પહેલી વખત હાર મળી અને શ્રીલંકાએ બીજી જીત નોંધાવીને ૪ પૉઇન્ટ સાથે બીજું સ્થાન પાકું કર્યું હતું. શનિવારે બન્ને ટીમો વચ્ચે ત્રિકોણીય સિરીઝની ફાઇનલ મૅચ રમાશે. 
લાહોરમાં ગઈ કાલે ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર પાકિસ્તાન ૨૫.૩ ઓવરમાં ૧૧૦ રને ખખડી ગયું હતું. જવાબમાં શ્રીલંકાએ ઓપનર કામિન્દુ મેન્ડિસના ૬૦ બૉલમાં અણનમ ૬૨ રનની મદદથી ૧૮.૧ ઓવરમાં ૧૧૪-૨નો સ્કોર કરીને ૮ વિકેટે જીત નોંધાવી હતી. મીડિયમ ફાસ્ટ બોલર દિલશાન મદુશંકાએ ૩૪ રન આપીને પાંચ વિકેટ લઈ પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. આ તેની વન-ડે કરીઅરનું બેસ્ટ પ્રદર્શન હતું. 
આ ફૉર્મેટમાં પાકિસ્તાન સામે સતત પાંચ મૅચ હાર્યા પછી શ્રીલંકાએ પહેલી જીત નોંધાવી હતી. ૧૧૦ રન એ ઘરઆંગણે પાકિસ્તાનનો બીજો સૌથી નાનો વન-ડે સ્કોર છે. ૨૦૦૯માં લાહોરમાં જ પાકિસ્તાને શ્રીલંકા સામે ૭૫ રનનો ઘરઆંગણાનો લોએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 03:59 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK