લિયામ લિવિંગસ્ટન બાદ ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ ટીમ-મૅનેજમેન્ટ વિરુદ્ધ મોરચો ખોલ્યો, અગાઉ લિવિંગસ્ટને ટીમના હેડ કોચ બ્રેન્ડન મૅક્લમ અને મૅનેજિંગ ડિરેક્ટર રૉબ કીની ગેરવહીવટ બદલ ટીકા કરીને નજીકના લોકોની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
ઇંગ્લૅન્ડનો હેડ કોચ બ્રેન્ડન મૅક્લમ અને મૅનેજિંગ ડિરેક્ટર રૉબ કી.
ઑલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટન બાદ ઇંગ્લૅન્ડના વધુ બે ખેલાડીઓ રીસ ટૉપલી અને ડેવિડ વિલીએ ટીમ-મૅનેજમેન્ટના ગેરવહીવટ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. અગાઉ લિવિંગસ્ટને ટીમના હેડ કોચ બ્રેન્ડન મૅક્લમ અને મૅનેજિંગ ડિરેક્ટર રૉબ કીની ગેરવહીવટ બદલ ટીકા કરીને નજીકના લોકોની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
રીસ ટૉપલીએ હાલમાં કટાક્ષ કરતાં કહ્યું હતું કે ‘જ્યારે કોઈ મૅનેજમેન્ટ અનુભવ વિનાની વ્યક્તિને મૅનેજર તરીકે નિયુક્ત કરે છે ત્યારે તમે બીજી શું અપેક્ષા રાખી શકો છો?’
ડેવિડ વિલીએ કહ્યું હતું કે ઇંગ્લૅન્ડ ક્રિકેટના ટોચના અધિકારીઓમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સની જરૂર છે. લાંબા સમયથી ટીમમાંથી બહાર હોવાથી ટીમ મૅનેજમેન્ટ તરફથી યોગ્ય રીતે તેમના સ્થાન અને ભવિષ્ય વિશે સ્પષ્ટતા નથી આપવામાં આવી રહી એવો આરોપ આ ત્રણેય પ્લેયર્સ લગાવી રહ્યા છે.
