Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 ઇન્ટરનૅશનલમાં નર્વસ નાઇન્ટીનો શિકાર બનનાર પહેલો અંગ્રેજ વિકેટકીપર-બૅટર બન્યો જૉસ બટલર

T20 ઇન્ટરનૅશનલમાં નર્વસ નાઇન્ટીનો શિકાર બનનાર પહેલો અંગ્રેજ વિકેટકીપર-બૅટર બન્યો જૉસ બટલર

Published : 08 June, 2025 08:51 AM | Modified : 09 June, 2025 06:58 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૧૮૯ રનના ટાર્ગેટ સામે નવ વિકેટ ગુમાવીને ૧૬૭ રન ફટકારીને હાર સાથે સિરીઝની શરૂઆત કરી હતી. સિરીઝની અંતિમ બે મૅચ આજે ૮ જૂન અને ૧૦ જૂને રમાશે.

જૉસ બટલર

જૉસ બટલર


ભારતીય સમય અનુસાર શુક્રવારે મોડી રાત્રે શરૂ થયેલી ત્રણ મૅચની સિરીઝની પહેલી T20 મૅચમાં વેસ્ટ ઇન્ડીઝને ૨૧ રને ઇંગ્લૅન્ડ સામે હારી મળી હતી. ઇંગ્લૅન્ડે ૬ વિકેટે ૧૮૮ રન બનાવ્યા હતા, વેસ્ટ ઇન્ડીઝની ટીમે ૧૮૯ રનના ટાર્ગેટ સામે નવ વિકેટ ગુમાવીને ૧૬૭ રન ફટકારીને હાર સાથે સિરીઝની શરૂઆત કરી હતી. સિરીઝની અંતિમ બે મૅચ આજે ૮ જૂન અને ૧૦ જૂને રમાશે.


ઇંગ્લૅન્ડ માટે ત્રીજા ક્રમે આવીને જૉસ બટલરે ૫૯ બૉલમાં ૬ ફોર અને ચાર સિક્સની મદદથી ૯૬ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. જોકે ૧૯મી ઓવરમાં LBW આઉટ થતાં તે ચાર રનથી પોતાની બીજી T20 ઇન્ટરનૅશનલ સદી ચૂક્યો હતો. આ સાથે તે આ ફૉર્મેટમાં ઇંગ્લૅન્ડ તરફથી નર્વસ નાઇન્ટીનો શિકાર થનાર પહેલો વિકેટકીપર-બૅટર બની ગયો છે. સ્પિનર લિયામ ડૉસન (૨૦ રનમાં ચાર વિકેટ) ઇંગ્લૅન્ડ માટે આ ફૉર્મેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2025 06:58 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK