Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > નૉર્થ સામે સાઉથ ઝોન ૫૦૦ રનની પાર, જગદીસન ડબલ સેન્ચુરી ચૂક્યો

નૉર્થ સામે સાઉથ ઝોન ૫૦૦ રનની પાર, જગદીસન ડબલ સેન્ચુરી ચૂક્યો

Published : 06 September, 2025 02:57 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજી તરફ ઋતુરાજ ગાયકવાડની ૧૮૪ રનની ઇનિંગ્સ બાદ વધુ બે ફિફટી પ્લસ સ્કોરના આધારે વેસ્ટ ઝોને ૪૩૮ રન કર્યા હતા

નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીના હેડ કોચ વી.વી.એસ. લક્ષ્મણ અને ભારતીય મેન્સ ટીમના ચીફ સિલેક્ટર અજિત આગરકરે સેમી ફાઇનલ મૅચમાં પ્લેયર્સના પ્રદર્શન પર નજર રાખી હતી.

નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીના હેડ કોચ વી.વી.એસ. લક્ષ્મણ અને ભારતીય મેન્સ ટીમના ચીફ સિલેક્ટર અજિત આગરકરે સેમી ફાઇનલ મૅચમાં પ્લેયર્સના પ્રદર્શન પર નજર રાખી હતી.


દુલીપ ટ્રોફી 2025ની બન્ને સેમી ફાઇનલ મૅચના બીજા દિવસે પણ જબરદસ્ત રમત જોવા મળી હતી. સાઉથ ઝોનનો વિકેટકીપર-બૅટર નારાયણ જગદીસન બીજા દિવસે પોતાની ઇનિંગ્સમાં ૧૪૮ રનથી ૧૯૭ રન સુધી પહોંચ્યા બાદ રનઆઉટ થઈને ત્રણ રનથી ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો.



સેન્ટ્રલ ઝોન માટે સ્પિનર હર્ષ દુબેએ ૧૧૮ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.


બીજા દિવસના અંતે સાઉથ ઝોને નૉર્થ સામે ૫૩૬ રન ફટકાર્યા હતા. બીજી તરફ ઋતુરાજ ગાયકવાડની ૧૮૪ રનની ઇનિંગ્સ બાદ વધુ બે ફિફટી પ્લસ સ્કોરના આધારે વેસ્ટ ઝોને ૪૩૮ રન કર્યા હતા, પણ દિવસના અંતે સેન્ટ્રલ ઝોને બે વિકેટે ૨૨૯ રન કરીને જબરદસ્ત કમબૅક કર્યું હતું. બૅન્ગલોર સ્થિત સેન્ટર ઑફ એક્સલન્સમાં નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીના હેડ કોચ વી. વી. એસ. લક્ષ્મણ અને ભારતીય મેન્સ ટીમના ચીફ સિલેક્ટર અજિત આગરકર બન્ને મૅચ પર નજર રાખતા જોવા મળ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2025 02:57 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK