Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આ જ માઇન્ડસેટ સાથે ચાલીશું તો અમે T20માં વિનાશક ટીમોમાંની એક બનીશું: શ્રેયસ ઐયર

આ જ માઇન્ડસેટ સાથે ચાલીશું તો અમે T20માં વિનાશક ટીમોમાંની એક બનીશું: શ્રેયસ ઐયર

Published : 08 October, 2026 02:48 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય T20 કૅપ્ટન તરીકે માત્ર રોહિત શર્મા જ બે વખત લાગલગાટ ૧૦ કે એથી વધુ T20 જીત અપાવી શક્યો છે.

શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયર


મુંબઈના શ્રેયસ ઐયરની આગેવાનીમાં ભારતે લાગલગાટ દસમી T20 જીત નોંધાવી છે. કૅપ્ટન તરીકેની શ્રેયસ ઐયરની પહેલી ૭ T20 મૅચમાં ભારતને એક પણ જીત મળી નહોતી. ભારતીય T20 કૅપ્ટન તરીકે માત્ર રોહિત શર્મા જ બે વખત લાગલગાટ ૧૦ કે એથી વધુ T20 જીત અપાવી શક્યો છે.
વેસ્ટ ઇન્ડીઝ સામે T20 સિરીઝમાં વિજયી શરૂઆત કર્યા પછી શ્રેયસ ઐયરે કહ્યું, ‘સાચું કહું તો હું મારી પ્રથમ T20 સદી ફટકારવા વિશે વિચારી રહ્યો હતો અને આખરે એ સાકાર થયું. હું ચોક્કસપણે એ કહેવા માગું છું કે સપનાં ખરેખર સાચાં પડે છે. આ જ માઇન્ડસેટ સાથે ચાલીશું તો અમે T20માં વિનાશક ટીમોમાંની એક બનીશું.’

શ્રેયસ ઐયર પહેલી વખત ICC T20 ટૉપ ટેન બૅટર્સના રૅન્કિંગમાં સામેલ થયો 



શ્રેયસ ઐયર પોતાની પહેલવહેલી T20 ઇન્ટરનૅશનલ સદીના આધારે કરીઅરમાં પહેલી વખત ICC T20 ટૉપ ટેન બૅટર્સના રૅન્કિંગમાં સામેલ થયો છે. ૧૮ સ્થાનના ફાયદા સાથે શ્રેયસ ઐયર હવે નંબર ૭ પર પહોંચ્યો છે. શ્રેયસ ઐયર વન-ડે રૅન્કિંગમાં નંબર ૭ અને ટેસ્ટ-ક્રિકેટમાં ૧૬ નંબરનું પોતાનું બેસ્ટ રૅન્કિંગ પ્રાપ્ત કરી ચૂક્યો છે. 
T20 બૅટિંગ રૅન્કિંગના ટોચના ૧૦માં ભારતના ૪ બૅટ્સમેન સામેલ છે. ઈશાન કિશન પહેલા ક્રમે, અભિષેક શર્મા બીજા ક્રમે, શ્રેયસ ઐયર સાતમા ક્રમે અને તિલક વર્મા દસમા સ્થાને છે. આ રૅન્કિંગ ICC મેન્સ T20 વર્લ્ડ કપના વર્તમાન ચૅમ્પિયન તરીકે ભારતની બૅટિંગની મજબૂતી દર્શાવે છે.
T20 બોલિંગ રૅન્કિંગમાં અફઘાનિસ્તાનના રાશિદ ખાને પાકિસ્તાનના સ્પિનર ​​અબ્રાર અહમદ પાસેથી પ્રથમ સ્થાન પાછું મેળવ્યું છે. સ્પિનર અક્ષર પટેલ ૧૬ સ્થાનની છલાંગ લગાવીને સાતમા સ્થાને પહોંચ્યો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ત્રણ સ્થાનના ફાયદા સાથે દસમા ક્રમે આવી પહોંચ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2026 02:48 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK