ટીમ ઇન્ડિયામાં આ ભાઇઓની ચોથી જોડી છે, એક ભાઇની ધોનીએ કરી છે મદદ
દીપક અને રાહુલ ચહર
Mumbai : વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમ 3 ઓગસ્ટથી વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રણ ટી20, ત્રણ વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમશે. ત્રણેય ફોર્મેટ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ગઇ છે. વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે પસંદગીકારોએ લેગ સ્પિનર રાહુલ ચાહરની પસંદગી કરી છે અને તેને ટી20 સિરીઝમાં તક આપી છે. ઉપરાંત તેના પિતરાઈ ભાઈ દીપક ચાહરને પણ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બન્ને ભાઈઓનું ટીમ ઇન્ડિયામાં સેલેક્શન થતા ચાહર પરિવારમાં ખુશીનો માહોલ છે. રાહુલના પિતાએ કહ્યું કે બન્ને દીકરાઓનું રાષ્ટ્રીય ટીમમાં સેલેક્શન ગર્વની વાત છે.
ધોનીએ રાહુલ ચહરને તૈયાર કર્યો હતો
મળતી માહિતી મુજબ રાહુલ ચહરના પિતા દેશરાજ ચહરે જણાવ્યું હતું કે, ધોનીએ વર્ષ 2017માં આઇપીએલમાં પુણે ટીમમાં રમતા રાહુલ ચહરની મદદ કરી હતી. પિતાએ વધુમાં કહ્યું કે પુણે ટીમ સમયે ધોની હંમેશા મારા દિકરા રાહુલને મદદ કરવા માટે તૈયાર રહેશે. તમને જણાવી દઈએ કે દીપક ચાહર પણ આઈપીએલમાં મહેન્દ્ર સિંહ ધોની સાથે સીએસકે તરફથી રમે છે. જ્યારે રાહુલ ચાહર મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે.
આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ
રાહુલ અને દીપક ચહર પિતરાઇ ભાઇ છે
રાહુલ અને દીપક બન્ને પિતરાઈ ભાઈ છે. રાહુલે મોટા ભાઈ દીપકને જોઈને જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. આઈપીએલના ફાઇનલમાં દીપક ચેન્નઈ ટીમ માટે રમ્યો હતો. 27 વર્ષનો દીપક ચાહર ઝડપી બોલર છે. રાહુલ અને દીપકની જોડી ભારતીય ક્રિકેટ ટીમમાં એક સાથે રમનારી ભાઈઓની ચોથી જોડી છે. આ પહેલા મોહિંદર અમરનાથ-સુરિંદર અમરનાથ, ઇરફાન પઠાન-યૂસુફ પઠાન, હાર્દીક પંડ્યા-ક્રૂણાલ પંડ્યા ટીમમાં રમી ચૂક્યા છે.

