તુષાર તેની સ્કૂલ-ક્રશ નભા સાથે ઘણાં વર્ષોથી સંપર્કમાં હતો. તેમણે ૧૨ જૂને સગાઈ કરી હતી. તુષારે છેલ્લી ૧૦ મૅચમાં ૨૬ વિકેટ લીધી છે.
તુષાર દેશપાંડે
ભારતના પેસ બોલર્સ તેમની લાઇફપાર્ટનર સાથે જીવનભરના બંધનમાં બંધાઈ જવાની જાણે મોસમ ચાલી રહી છે. ભારતીય બોલર મુકેશ કુમારે તાજેતરમાં દિવ્યા સિંહ સાથે લગ્ન કર્યાં ત્યાર પછી સૌરાષ્ટ્રના ચેતન સાકરિયાએ ગર્લફ્રેન્ડ મેઘના જંબુચા સાથે સગાઈ કરી. ગઈ કાલે મળેલા અહેવાલ મુજબ મુંબઈમાં જન્મેલો રાઇટ-આર્મ મીડિયમ પેસ બોલર તુષાર દેશપાંડે ૨૧ ડિસેમ્બરે કલ્યાણમાં નભા ગડ્ડમવાર સાથે લગ્નગ્રંથિથી જોડાઈ જશે. તુષાર તેની સ્કૂલ-ક્રશ નભા સાથે ઘણાં વર્ષોથી સંપર્કમાં હતો. તેમણે ૧૨ જૂને સગાઈ કરી હતી. તુષારે છેલ્લી ૧૦ મૅચમાં ૨૬ વિકેટ લીધી છે. ૨૦૨૩ની આઇપીએલમાં ચૅમ્પિયન બનેલી સીએસકે ટીમના તમામ બોલર્સમાં તેણે સૌથી વધુ ૨૧ વિકેટ લીધી હતી. તુષારની ફિયાન્સે નભાએ ફાઇન આર્ટમાં શિક્ષણ મેળવ્યું છે અને તેનો પોતાનો વ્યવસાય છે.


