૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા સભ્ય કૃષ્ણમાચારી શ્રીકાંતે CSKને આપી સલાહ...
મહેન્દ્ર સિંહ ધોની, પૃથ્વી શૉ
શુક્રવારે ચેન્નઈ સુપર કિંગ્સે (CSK) પોતાના હોમ ગ્રાઉન્ડ પર કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના સભ્ય કૃષ્ણમાચારી શ્રીકાંતે સોશ્યલ મીડિયા પર CSKની ટીકા કરીને સલાહ-સૂચન આપ્યાં હતાં.
તામિલનાડુના આ ભૂતપૂર્વ ક્રિકેટરે લખ્યું કે ‘CSKની અત્યાર સુધીની સૌથી ખરાબ હારમાંની એક. પાવરપ્લે બૅટિંગ ટેસ્ટ-મૅચ માટે રિહર્સલ જેવી લાગી. હવે આઉટ ઑફ ધ બૉક્સ વિચારવાનો સમય છે, આ સમયે પૃથ્વી શૉ જેવા અનસોલ્ડ પ્લેયર્સને અજમાવી ન શકાય? શું તમે તેનો પ્રયાસ કરશો? મુશ્કેલીના સમયમાં પણ કોઈ વ્યૂહરચના છે?’
ADVERTISEMENT
શ્રીકાંતે ઇન્જર્ડ ઋતુરાજ ગાયકવાડના રિપ્લેસમેન્ટ તરીકે યંગ બૅટર પૃથ્વી શૉને ટીમમાં સામેલ કરવાની સલાહ આપી હતી.
CSK પાસે આત્મવિશ્વાસ ઓછો છે. તેમણે બધું જોખમમાં મૂકવું પડશે અને જીતવાનો પ્રયાસ કરવો પડશે.
- ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન માઇકલ ક્લાર્ક
7.5
આટલા સૌથી ખરાબ રન-રેટથી ચેન્નઈએ વર્તમાન સીઝનની પાવરપ્લેની ઓવરમાં રન બનાવ્યા છે.
CSKના કયા પ્લેયર્સને ડ્રૉપ કરવાની સલાહ આપી શ્રીકાંતે?
શ્રીકાંત CSKની પ્લેઇંગ ઇલેવનમાં રવિચન્દ્રન અશ્વિન, રાહુલ ત્રિપાઠી અને દીપક હૂડાની પસંદગીથી ખુશ નથી. તેમણે આ સાધારણ પ્રદર્શન કરનાર પ્લેયર્સના સ્થાને નવા પ્લેયર્સને અજમાવવાની સલાહ આપી હતી. એક ઇન્ટરવ્યુમાં તેમણે અશ્વિન વિશે કહ્યું કે ‘હું ઇચ્છું છું કે CSK અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરે. હું અત્યાર સુધી અશ્વિનને ટેકો આપતો આવ્યો છું, પરંતુ આ પ્રદર્શન પછી નહીં. મને લાગે છે કે CSKએ તેને બહાર કરવાની હિંમત કરવી જોઈએ. મેં લાંબા સમયથી અશ્વિનને ટેકો આપ્યો હતો, પણ હવે હું એ કરી શકતો નથી.’

