વિમ્બલ્ડન 2025 ચૅમ્પિયનશિપમાં ટેનિસનો રોમાંચ માણવા હાલમાં લંડનમાં સ્થિત સેન્ટર કોર્ટમાં અનેક સેલિબ્રિટીઝ હાજરી આપી રહી છે
અજિંક્ય રહાણે અને શ્રેયંકા પાટીલ
વિમ્બલ્ડન 2025 ચૅમ્પિયનશિપમાં ટેનિસનો રોમાંચ માણવા હાલમાં લંડનમાં સ્થિત સેન્ટર કોર્ટમાં અનેક સેલિબ્રિટીઝ હાજરી આપી રહી છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટથી ઘણા સમયથી દૂર રહેલાં ભારતીય ક્રિકેટર્સ શ્રેયંકા પાટીલ અને અજિંક્ય રહાણે પણ વિમ્બલ્ડન 2025નો રોમાંચક અનુભવ મેળવવા લંડન પહોંચ્યાં હતાં. ૩૦ જૂને શરૂ થયેલી આ ટુર્નામેન્ટ ૧૩ જુલાઈએ સમાપ્ત થશે.

