શિવમ દુબેએ યુવા પ્લેયર્સને પ્રોત્સાહન આપવા માટે એક પ્રશંસનીયપગલું ભર્યું છે. CSKનો આ પ્લેયર હાલમાં તામિલનાડુ સ્પોર્ટ્સ જર્નલિસ્ટ્સ અસોસિએશનના અવૉર્ડ્સ અને સ્કૉલરશિપ વિતરણની ઇવેન્ટમાં ટીમના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર કાસી વિશ્વનાથન સાથે હાજર રહ્યો હતો.
શિવમ દુબે
મુંબઈમાં જન્મેલા ભારતીય ઑલરાઉન્ડર શિવમ દુબેએ યુવા પ્લેયર્સને પ્રોત્સાહન આપવા માટે એક પ્રશંસનીયપગલું ભર્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નો આ પ્લેયર હાલમાં તામિલનાડુ સ્પોર્ટ્સ જર્નલિસ્ટ્સ અસોસિએશનના અવૉર્ડ્સ અને સ્કૉલરશિપ વિતરણની ઇવેન્ટમાં ટીમના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર કાસી વિશ્વનાથન સાથે હાજર રહ્યો હતો.
આ ઇવેન્ટમાં શિવમ દુબેએ તામિલનાડુના ૧૦ ઊભરતા પ્લેયર્સ માટે ૭ લાખ રૂપિયાની ગ્રાન્ટની જાહેરાત કરી હતી. એનાથી તમામ પ્રતિભાશાળી પ્લેયર્સને ૭૦,૦૦૦ રૂપિયાની મદદ મળશે. ૩૧ વર્ષના આ ક્રિકેટરે કહ્યું કે ‘આવા પુરસ્કારો નાના હોઈ શકે છે, પરંતુ એ યુવા પ્લેયર્સ માટે દેશનું નામ રોશન કરવા માટે પ્રેરણારૂપ બનશે. મને બીજાં રાજ્યો વિશે ખબર નથી, પણ મેં મુંબઈમાં આવી પહેલ જોઈ છે. હું ચોક્કસપણે અન્ય રાજ્યોને આવા કાર્યક્રમો શરૂ કરવા કહીશ.’

