ભારત સહિત પાંચ ટીમ ફટકારી શકી છે ૫૦૦૦થી વધુ રન
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલાં ભારતીય ટીમે કરાવ્યું જબરદસ્ત ફોટોશૂટ.
૧૯૯૮થી ૨૦૧૭ વચ્ચે રમાયેલી ચૅમ્પિયન્સ ટ્રોફીની ૮ સીઝનમાં કુલ ૧૩ ટીમો રમી છે જેમાંથી માત્ર ભારતીય ટીમ જ ૬૦૦૦ પ્લસ રન ફટકારી શકી છે. ભારત સહિત પાંચ જ ટીમ ૫૦૦૦ પ્લસ રન કરવામાં સફળી રહી છે. આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૨૯ મૅચ રમનાર ભારતીય ટીમે ૪૧.૮૭ની ઍવરેજથી ૬૧૫૬ રન કર્યા છે. આ ટુર્નામેન્ટમાં ભારતનો હાઇએસ્ટ સ્કોર ૩૩૧ રન અને લોએસ્ટ સ્કોર ૧૫૮ રન છે. અફઘાનિસ્તાન આ ટુર્નામેન્ટમાં પહેલી વાર રમશે અને એ ભાગ લેનારી ૧૪મી ટીમ બનશે.
ભાગ લઈ રહેલી ટીમે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં કેટલા રન કર્યા છે?
ભારત : ૨૯ મૅચમાં ૬૧૫૬ રન
ઇંગ્લૅન્ડ : ૨૫ મૅચમાં ૫૯૦૭ રન
સાઉથ આફ્રિકા : ૨૪ મૅચમાં ૫૪૭૯ રન
ન્યુ ઝીલૅન્ડ : ૨૪ મૅચમાં ૫૨૩૨ રન
ઑસ્ટ્રેલિયા : ૨૪ મૅચમાં ૪૯૧૪ રન
પાકિસ્તાન : ૨૩ મૅચમાં ૪૪૯૧ રન
બંગલાદેશ : ૧૨ મૅચમાં ૨૩૩૮ રન


