ટુર્નામેન્ટની પહેલી મૅચમાં પાકિસ્તાને નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી ફેંકી હોવાથી એને મૅચ-ફીના પાંચ ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
૨૩ ફેબ્રુઆરીએ ભારત સામે આયોજિત ચૅમ્પિયન્સ ટ્રોફીની ગ્રુપ-સ્ટેજની મૅચ રમવા પાકિસ્તાની ટીમ દુબઈ પહોંચી ચૂકી છે. જોકે આ હાઈ-વૉલ્ટેજ મૅચ પહેલાં જ પાકિસ્તાની ટીમને મોટો ફટકો પડ્યો છે. કરાચીમાં ન્યુ ઝીલૅન્ડ સામે ૬૦ રને હારનારી પાકિસ્તાની ટીમને ધીમા ઓવરરેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. ટુર્નામેન્ટની પહેલી મૅચમાં પાકિસ્તાને નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી ફેંકી હોવાથી એને મૅચ-ફીના પાંચ ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

