સ્ટૅન્ડ અને સુરક્ષાઘેરા વગરના મેદાન પર ૮૦૦ કિલોનો બળદ પિચની વચ્ચોવચ આવી પહોંચ્યો હતો જેના કારણે અમ્પાયર્સથી માંડીને બન્ને ટીમના પ્લેયર્સ ભાગીને મેદાનની બહાર જતા રહ્યા હતા.
૮૦૦ કિલોના બળદના આતંકથી મૅચ રદ, અમ્પાયર્સ-પ્લેયર્સ મેદાન છોડીને ભાગ્યા
ઇંગ્લૅન્ડમાં નૉર્થ ઈસ્ટ પ્રીમિયર લીગ મૅચ દરમ્યાન બનેલી એક વિચિત્ર ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે. સ્ટૅન્ડ અને સુરક્ષાઘેરા વગરના મેદાન પર ૮૦૦ કિલોનો બળદ પિચની વચ્ચોવચ આવી પહોંચ્યો હતો જેના કારણે અમ્પાયર્સથી માંડીને બન્ને ટીમના પ્લેયર્સ ભાગીને મેદાનની બહાર જતા રહ્યા હતા.
નજીકના ખેતરમાંથી આવેલો આ બળદ પોતાના ખેડૂત-માલિક અને પોલીસના બહાર કાઢવાના પ્રયાસને નિષ્ફળ બનાવીને મેદાન પર ફરતો રહ્યો હતો. ખેતરમાંથી ભાગીને ક્રિકેટના મેદાન સુધી પહોંચવા માટે એણે લગભગ ૧.૬ કિલોમીટરની મુસાફરી કરી હતી. કટ ઑફ ટાઇમ પહેલાં મૅચ પૂરી થાય એમ ન હોવાથી મૅચને રદ કરવી પડી હતી.
