તારા શરીરનો બાકીનો ભાગ ક્યાં છે?
ઇંગ્લૅન્ડના હેડ કોચ બ્રેન્ડન મૅક્લમે વજન ઘટાડવા વિશે મજાક કરીને રોહિત શર્માને પૂછ્યું...
ICCએ ભારત અને ઇંગ્લૅન્ડની મેન્સ T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલ મૅચ દરમ્યાનનો એક રસપ્રદ વિડિયો શૅર કર્યો છે. ઇંગ્લૅન્ડનો હેડ કોચ બ્રેન્ડન મૅક્લમ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને T20 વર્લ્ડ કપ 2026ના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર રોહિત શર્મા સાથે વાત કરતો જોવા મળ્યો હતો. ગોળમટોળ શરીર માટે જાણીતા રોહિત શર્માને ફિટ જોઈને તેણે મશ્કરી પણ કરી હતી.
બ્રેન્ડન મૅક્લમે વજન ઘટાડવા વિશે મજાક કરીને રોહિત શર્માને પૂછ્યું હતું કે ‘તારા શરીરનો બાકીનો ભાગ ક્યાં છે?’
રોહિત શર્માએ હસતાં-હસતાં જવાબ આપ્યો હતો કે ‘હા, બધું જ જતું રહ્યું.’
અગાઉ ભારતના ભૂતપૂર્વ સહાયક કોચ અભિષેક નાયરે ખુલાસો કર્યો હતો કે રોહિતે 2027ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ૧૧ કિલો વજન ઘટાડ્યું હતું.
