આૅસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માર્ક ટેલરે માર્યો ટૉન્ટ
માર્ક ટેલર
૧૯૮૯થી ૧૯૯૯ સુધી ઑસ્ટ્રેલિયા માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમનાર ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન અને ઓપનિંગ બૅટર માર્ક ટેલરે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ટૉન્ટ મારીને મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે. માર્ક ટેલરે કૉમેન્ટરી દરમ્યાન કહ્યું કે ‘જ્યારે મોહમ્મદ સિરાજને લાગે છે કે તેણે બૅટરને આઉટ કર્યો છે ત્યારે તે અમ્પાયરનો નિર્ણય જાણવા માટે પાછળ જોતો નથી અને સમય પહેલાં જ ઉજવણી શરૂ કરી દે છે. મને લાગે છે કે આ તેના અને ક્રિકેટ માટે એક સારો નઝારો નથી. હું ઇચ્છું છું કે ભારતના સિનિયર સાથી પ્લેયર્સ તેની સાથે વાત કરે. મને તેની ભાવના ગમે છે, મને તેનો સ્પર્ધાત્મક સ્વભાવ ગમે છે, પરંતુ રમતનું સન્માન જાળવી રાખવાની જરૂર છે.’


