ગઈ કાલે ફાઇનલમાં બૉમ્બે જિમખાનાએ ત્રણ વિકેટે ૨૨૫ રન બનાવ્યા બાદ ઘાટકોપર જૉલી જિમખાના ‘બી’ ટીમ ૧૭૫ રને ઑલઆઉટ થઈ જતાં બૉમ્બે જિમખાનાનો ૫૦ રનથી વિજય થયો હતો

ઘાટકોપર જૉલી જિમખાનાની ઇન્ટર-ક્લબ ટી૨૦ ટુર્નામેન્ટમાં બૉમ્બે જિમખાના ચૅમ્પિયન
ઘાટકોપર જૉલી જિમખાનામાં મુંબઈની ઉચ્ચતમ ક્રિકેટ ક્લબો વચ્ચે આયોજિત ઇન્ટર-ક્લબ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ટ્રોફી બૉમ્બે જિમખાનાની ટીમે જીતી લીધી છે. ગઈ કાલે ફાઇનલમાં બૉમ્બે જિમખાનાએ ત્રણ વિકેટે ૨૨૫ રન બનાવ્યા બાદ ઘાટકોપર જૉલી જિમખાના ‘બી’ ટીમ ૧૭૫ રને ઑલઆઉટ થઈ જતાં બૉમ્બે જિમખાનાનો ૫૦ રનથી વિજય થયો હતો અને એણે વિનર્સ ટ્રોફી જીતી લીધી હતી, જ્યારે ઘાટકોપર જૉલી જિમખાના ‘બી’ ટીમ રનર-અપ રહી હતી.
વ્યક્તિગત ઇનામ મેળવનાર ખેલાડીઓ આ મુજબ હતા : પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ (ઘાટકોપર જૉલી જિમખાના ‘બી’ ટીમના ભાવિન છેડા-૧૩૨ રન અને પાંચ વિકેટ), બેસ્ટ બોલર (વાસુ પરાંજપે ક્રિકેટ ઍકૅડેમીઝના શશાંક કામત (૭ વિકેટ) તથા બેસ્ટ બૅટર (વાસુ પરાંજપે ક્રિકેટ ઍકૅડેમીઝના રાહુલ કડાવુર ૧૪૬ રન).
ADVERTISEMENT
ટુર્નામેન્ટના અંતમાં ઘાટકોપર જૉલી જિમખાનાના સેક્રેટરી મુકેશ બદાણી, ટ્રસ્ટી-ટ્રેઝરર બળવંતભાઈ સંઘરાજકા, મૅનેજિંગ કમિટી મેમ્બર તથા ટ્રેઝરર નલિન મહેતા, ટ્રસ્ટી પ્રવીણ પટેલ, ક્રિકેટ સબ-કમિટીના સભ્યો તેમ જ ક્રિકેટ ઇન્ચાર્જ અને મૅનેજિંગ કમિટી મેમ્બર નિશિથ ગોળવાલાએ ઇનામ-વિતરણ સમારોહમાં ટ્રોફી અર્પણ કરી હતી.

