પારસી જિમખાનાની ટીમની ઇનિંગ્સ ૯ વિકેટે બનેલા ૧૫૧ રન સુધી સીમિત રહી હતી.
તાલ્યારખાન ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પીજે હિન્દુ જિમખાનાની ટીમ ચૅમ્પિયન
પીજે હિન્દુ જિમખાનાએ રવિવારે બૉમ્બે જિમખાનામાં આયોજિત નિર્લોન-આરએફએસ તાલ્યારખાન મેમોરિયલ ઇન્વિટેશન ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. ફ્લડલાઇટમાં રમાયેલી ફાઇનલમાં પીજે હિન્દુ જિમખાનાએ વિનાયક ભોઇર (બાવન રન, ૨૬ બૉલ, બે સિક્સર, ચાર ફોર) અને પ્રસાદ પવાર (૪૯ રન, ૨૬ બૉલ, એક સિક્સર, છ ફોર)ની ઇનિંગ્સની મદદથી ૬ વિકેટે ૧૯૪ રન બનાવ્યા હતા. એમાં સિદ્ધેશ લાડના પચીસ રન પણ હતા. સિદ્ધેશે પછીથી ૩૦ રનમાં ૪ વિકેટ પણ લીધી હતી જેને લીધે પારસી જિમખાનાની ટીમની ઇનિંગ્સ ૯ વિકેટે બનેલા ૧૫૧ રન સુધી સીમિત રહી હતી. પીજે હિન્દુ જિમખાનાએ ૪૩ રનથી ફાઇનલ જીતી લીધી હતી.


