° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


રણજીના વિક્રમસર્જકનું બર્થ-ડેના આગલા દિવસે અવસાન

12 December, 2012 06:33 AM IST |

રણજીના વિક્રમસર્જકનું બર્થ-ડેના આગલા દિવસે અવસાન

રણજીના વિક્રમસર્જકનું બર્થ-ડેના આગલા દિવસે અવસાનકોલ્હાપુર : ભારતીય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૪૪૩ નૉટઆઉટનો હાઇએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્કોર અને વિશ્વભરની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ચોથા નંબરનો સ્કોર ધરાવતા ભાઉસાહેબ નિમ્બાળકરનું ગઈ કાલે લાંબી માંદગી બાદ કોલ્હાપુરમાં તેમના નિવાસસ્થાનમાં અવસાન થયું હતું. તેમણે ગઈ કાલે ૯૨ વર્ષ પૂરાં કર્યા હતા અને જો તેઓ જીવંત હોત તો આજે તેમણે ૯૩મા વર્ષમાં પ્રવેશ કર્યો હોત.

નિમ્બાળકર રાઇટી બૅટ્સમૅન હતા અને તેમણે અણનમ ૪૪૩ રન ૧૯૪૮માં પુણેમાં મહારાષ્ટ્ર વતી કાઠિયાવાડની ટીમ સામે બનાવ્યા હતા. એ સમયે તેમના અણનમ ૪૪૩ રન ઑસ્ટ્રેલિયાના મહાન ખેલાડી ડૉન બ્રૅડમૅનના ૪૫૨ નૉટઆઉટ પછીનો બીજો હાઇએસ્ટ સ્કોર હતો એટલે તેમને બીજા બ્રૅડમૅન તરીકે ઓળખાવવામાં આવતા હતા. ખુદ બ્રૅડમૅને નિમ્બાળકરને પત્રમાં લખ્યું હતું કે હું મારી ઇનિંગ્સ કરતાં તમારી ઇનિંગ્સને વધુ સારી ગણું છું.

નિમ્બાળકર એ મૅચમાં ૪૪૩ રને અણનમ હતા અને બ્રૅડમૅનનો ૪૫૨ નૉટઆઉટનો રેકૉર્ડ નહોતા તોડી શક્યા. એ દિવસે મહારાષ્ટ્રના ૪ વિકેટે ૮૨૬ રન હતા ત્યારે કાઠિયાવાડની ટીમે મૅચ જતી કરી દીધી હતી.

નિમ્બાળકર મહારાષ્ટ્ર ઉપરાંત હોલકર, બરોડા, રાજસ્થાન અને રેલવે વતી પણ રમ્યા હતા. તેમણે ૧૯૩૯થી ૧૯૬૫ દરમ્યાન ૮૦ મૅચમાં ૧૨ સદીની મદદથી ૫૨.૦૧ની બૅટિંગઍવરેજે ૪૫૭૭ રન બનાવ્યા હતા. તેઓ પેસબોલર પણ હતા અને ૫૮ વિકેટ પણ લીધી હતી. તેઓ વિકેટકીપિંગ પણ કરતા હતા.

12 December, 2012 06:33 AM IST |

અન્ય લેખો

ક્રિકેટ

કૃણાલ પંડ્યા કોરોનાથી સંક્રમિત, ઈન્ડિયા-શ્રીલંકા વચ્ચેની T-20 મેચ સ્થગિત

ઋષભ પંત બાદ હવે કૃણાલ પંડ્યા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જેને કારણે ભારત શ્રીલંકા વચ્ચે થનારી મેચ સ્થગિત કરવામાં આવી છે.

27 July, 2021 05:09 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

આઇપીએલના બીજા તબક્કાનો ૧૯મી સપ્ટેમ્બરથી પ્રારંભ

૨૭ દિવસ સુધી ચાલનારા બીજા તબક્કામાં કુલ ૩૧ મૅચ રમાશે

26 July, 2021 10:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

વેસ્ટ ઇન્ડીઝ-ઑસ્ટ્રેલિયાની સિરીઝમાં કોરોનાની એન્ટ્રી, બીજી વન-ડે રદ થઈ

સિરીઝ વચ્ચે કોરોનાનો કેસ આવતાં હવે સિરીઝ રદ થાય એવી શક્યતા વધી ગઈ છે

24 July, 2021 02:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK