Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડ સામે ૩૧૭ રનની જબરદસ્ત ઓપનિંગ ભાગીદારી બાદ ન્યુ ઝીલૅન્ડે ૧૨૧ રનમાં જ ૧૦ વિકેટ ગુમાવી

ઇંગ્લૅન્ડ સામે ૩૧૭ રનની જબરદસ્ત ઓપનિંગ ભાગીદારી બાદ ન્યુ ઝીલૅન્ડે ૧૨૧ રનમાં જ ૧૦ વિકેટ ગુમાવી

Published : 27 June, 2026 03:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડ સામે ૩૧૭ રનની જબરદસ્ત ઓપનિંગ ભાગીદારી બાદ ન્યુ ઝીલૅન્ડે ૧૨૧ રનમાં જ ૧૦ વિકેટ ગુમાવી, ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ-મૅચમાં રોમાંચક રમત જોવા મળી છે.

કમબૅક મૅચની પહેલી ઇનિંગ્સમાં ચાર વિકેટ લઈને બેન સ્ટોક્સે તરખાટ મચાવ્યો.

કમબૅક મૅચની પહેલી ઇનિંગ્સમાં ચાર વિકેટ લઈને બેન સ્ટોક્સે તરખાટ મચાવ્યો.


ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ-મૅચમાં રોમાંચક રમત જોવા મળી છે. પહેલા દિવસની ૩૧૭ રનની ઓપનિંગ ભાગીદારી બાદ બીજા દિવસે ન્યુ ઝીલૅન્ડે ૧૧૪.૫ ઓવરમાં ૪૩૮ રન કરીને તમામ વિકેટ ગુમાવી હતી. ૩૧૭ રનની ઓપનિંગ ભાગીદારી બાદ ન્યુ ઝીલૅન્ડે પોતાની તમામ ૧૦ વિકેટ ૧૨૧ રનની અંદર ગુમાવી હતી. અંગ્રેજ ટીમ માટે એક મૅચ બાદ કમબૅક કરનાર કૅપ્ટન બેન સ્ટોક્સે ૨૧ ઓવરમાં ૭૦ રન આપીને ૪ વિકેટ લીધી હતી. સ્પિનર શોએબ બશીર અને જોફ્રા આર્ચરને ૨-૨ વિકેટ મળી હતી. જો રૂટ અને ગસ ઍટકિન્સનને એક-એક વિકેટ મળી હતી.  ઇંગ્લૅન્ડે પહેલી ​ઇનિંગ્સમાં આ લખાઈ રહ્યું હતું ત્યારે ૧૫ ઓવરમાં એક વિકેટે ૭૪ રન કર્યા હતા.

સાઉથ આફ્રિકાના જૅક કૅલિસની બરબારી કરી બેન સ્ટોક્સે 
ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર જૅક કૅલિસના મોટા ટેસ્ટ-રેકૉર્ડની બરાબરી કરી છે. ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ ટેસ્ટ-ક્રિકેટમાં ૭૦૦૦થી વધુ રન સાથે ૨૫૦ વિકેટ લેનાર બીજો ક્રિકેટર બન્યો છે. ટેસ્ટ-ક્રિકેટમાં બેન સ્ટોક્સે ૨૫૦ વિકેટ સાથે ૭૨૨૮ રન કર્યા છે. જૅક કૅલિસના નામે ૧૩,૨૮૯ રન અને ૨૯૨ વિકેટ છે.


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2026 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK