પાકિસ્તાનના ગૃહપ્રધાન મોહસિન નકવી આ સમાધિનો જીર્ણોદ્ધાર કરાવી રહ્યા છે. તેઓ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે આ કામ શરૂ કરાવ્યું હતું.
ભારતીય ક્રિકેટ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ભગવાન રામના પુત્ર લવની સમાધિનાં દર્શન કર્યાં હતાં
ભારતીય ક્રિકેટ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા બુધવારે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી બીજી સેમી-ફાઇનલ મૅચ જોવા પાકિસ્તાન ગયા હતા અને બીજા દિવસે સવારે તેઓ લાહોર ફોર્ટમાં ગયા હતા, જ્યાં તેમણે એક મંદિરમાં દર્શન કર્યાં હતાં. તેમણે ભગવાન રામના પુત્ર લવની સમાધિનાં દર્શન કર્યાં હતાં. આ મુદ્દે તેમણે સોશ્યલ મીડિયામાં માહિતી આપતી પોસ્ટમાં લવની સમાધિનો ફોટોગ્રાફ શૅર કરીને લખ્યું હતું કે ‘લાહોરના પ્રાચીન કિલ્લામાં પ્રભુ રામના પુત્ર લવની પ્રાચીન સમાધિ છે. લાહોર નામ પણ તેમના જ નામથી છે. ત્યાં પ્રાર્થના કરવાની તક મળી. પાકિસ્તાનના ગૃહપ્રધાન મોહસિન નકવી આ સમાધિનો જીર્ણોદ્ધાર કરાવી રહ્યા છે. તેઓ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે આ કામ શરૂ કરાવ્યું હતું. લાહોર મ્યુનિસિપલ રેકૉર્ડમાં નોંધાયેલું છે કે આ શહેર ભગવાન રામના પુત્ર લવના નામથી વસાવવામાં આવ્યું છે અને કસૂર શહેર તેમના બીજા પુત્ર કુશના નામથી છે. પાકિસ્તાન સરકાર પણ આ વાત માને છે.’

