ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સેક્રેટરી દેવજિત સૈકિયાએ આ વિશે કહ્યું હતું કે ‘આવા અહેવાલોમાં કોઈ સત્ય નથી`
દેવજિત સૈકિયા
છેલ્લા બે દિવસથી કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાનના ગૃહપ્રધાન મોહસિન નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની સાથે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પણ પ્રમુખ હોવાથી ભારત ACC દ્વારા આયોજિત આગામી એશિયા કપની ઇવેન્ટમાં ભાગ લેશે નહીં. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત સપ્ટેમ્બરમાં T20 ફૉર્મેટમાં રમાનારી મેન્સ એશિયા કપની યજમાની કરશે, જ્યારે શ્રીલંકાને વિમેન્સ ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ ફાળવવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સેક્રેટરી દેવજિત સૈકિયાએ આ વિશે કહ્યું હતું કે ‘આવા અહેવાલોમાં કોઈ સત્ય નથી, કારણ કે અત્યાર સુધી BCCIએ ACCની આગામી ટુર્નામેન્ટ વિશે કોઈ ચર્ચા કે કોઈ પગલું ભર્યું નથી. હાલમાં અમારું ધ્યાન IPL અને ત્યાર બાદ ઇંગ્લૅન્ડમાં યોજાનારી મેન્સ અને વિમેન્સ સિરીઝ પર છે. એશિયા કપ અથવા અન્ય કોઈ પણ ACC ઇવેન્ટ સંબંધિત મુદ્દે કોઈ પણ સ્તરે ચર્ચા કરવામાં આવી નથી અને એથી આ વિશેના કોઈ પણ સમાચાર અથવા અહેવાલ સંપૂર્ણપણે કાલ્પનિક છે.’

