Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પ્રસિદ્ધ ક્રિષ્ના ત્રીજી વન-ડે નહીં રમે, T20 સિરીઝમાં નમન ધીરનો સમાવેશ

પ્રસિદ્ધ ક્રિષ્ના ત્રીજી વન-ડે નહીં રમે, T20 સિરીઝમાં નમન ધીરનો સમાવેશ

Published : 02 October, 2026 08:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રણ ઑક્ટોબરની અંતિમ મૅચ માટે ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજને ઇન્ડિયા Aની ઑસ્ટ્રેલિયા A સામેની અનઑફિશ્યલ ટેસ્ટ-સિરીઝની અધવચ્ચેથી બોલાવવામાં આવ્યો છે.

પ્રસિદ્ધ ક્રિષ્ના અને નમન ધીર

પ્રસિદ્ધ ક્રિષ્ના અને નમન ધીર


વેસ્ટ ઇન્ડીઝ સામેની વાઇટ-બૉલ સિરીઝ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે મહત્ત્વપૂર્ણ અપડેટ શૅર કરી હતી. બીજી વન-ડે મૅચમાં પાંચ ઓવરની બોલિંગ પછી ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના ઇન્જર્ડ થયો હતો. 
ડાબા પગમાં હૅમસ્ટ્રિંગની ઇન્જરીને કારણે પ્રસિદ્ધિ ક્રિષ્ના ચંડીગઢની અંતિમ વન-ડે મૅચમાં નહીં રમશે. ત્રણ ઑક્ટોબરની અંતિમ મૅચ માટે ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજને ઇન્ડિયા Aની ઑસ્ટ્રેલિયા A સામેની અનઑફિશ્યલ ટેસ્ટ-સિરીઝની અધવચ્ચેથી બોલાવવામાં આવ્યો છે.


ન્યુ ઝીલૅન્ડ સામેની આગામી ટેસ્ટ-સિરીઝને ધ્યાનમાં રાખીને વૉશિંગ્ટન સુંદરને રણજી ટ્રોફીમાં રમવાની સલાહ આપવામાં આવી છે. ૬ ઑક્ટોબરથી વેસ્ટ ઇન્ડીઝ સામે શરૂ થતી પાંચ T20 મૅચની સિરીઝમાંથી તેને બહાર કરીને સ્પિન ઑલરાઉન્ડર નમન ધીરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેણે આ વન-ડે સિરીઝથી ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું છે.

મેન્સ A ટેસ્ટ-મૅચ: કાંગારૂઓએ જીત માટે ભારતીય ટીમને ૩૬૫ રનનો ટાર્ગેટ આપ્યો

પહેલી ઇનિંગ્સમાં ભારતે અંતિમ પાંચ વિકેટ ૧૦ રનની અંદર ગુમાવી

પૉન્ડિચૅરીમાં ઑસ્ટ્રેલિયા A સામેની બીજી ટેસ્ટ-મૅચમાં જીતવા માટે ભારત A મેન્સ ટીમને ૩૬૫ રનનો ટાર્ગેટ મળ્યો છે. ત્રીજા દિવસે પહેલી ઇનિંગ્સમાં ૬૮ ઓવરમાં ૧૬૭ રને ભારતને ઑલઆઉટ કર્યા પછી ઑસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ્સ ૪૯ ઓવરમાં ૧૭૩-૪ના સ્કોરે ડિક્લેર કરી હતી. ત્રીજા દિવસના અંતે ભારતે બીજી ઇનિંગ્સમાં ૧૩ ઓવરમાં ૨૮-૧નો સ્કોર કરતાં હજી જીતથી ૩૩૭ રન પાછળ છે. 
ત્રીજા દિવસની શરૂઆતમાં ભારતનો સ્કોર બાવનમી ઓવરમાં ૧૨૨-૫નો હતો. અંતિમ પાંચ વિકેટ ભારતે ૧૦ રનની અંદર ગુમાવી દીધી હતી. સાતમા ક્રમે રમવા આવેલા તનુષ કોટિયને ૪૬ બૉલમાં ૩૩ રનનું યોગદાન આપીને ભારતનો સ્કોર ૧૫૦ રનને પાર પહોંચાડ્યો હતો. ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર્સ કોરી રોચિચિઓલી અને જૅય રિચર્ડસને ૩-૩ વિકેટ લીધી હતી. 

વિમેન્સ A ટીમની એકમાત્ર ટેસ્ટ-મૅચમાં કાંગારૂઓ સામે ભારતની ૨૮૧ રનથી જીત 

મોહાલીમાં ગઈ કાલે વિમેન્સ A ટીમોની એકમાત્ર ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસની રમત દરમ્યાન ઑસ્ટ્રેલિયા સામે ભારતે ૨૮૧ રને જીત નોંધાવી હતી. પહેલી ઇનિંગ્સમાં ૩૬૪ રન કરનાર ભારતે ત્રીજા દિવસે બીજી ઇનિંગ્સમાં ૨૫૭ રન કરીને ૪૪૬ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૧૭૬ રને ઑલઆઉટ થનાર ઑસ્ટ્રેલિયા બીજી ઇનિંગ્સમાં ૧૬૪ રને ઢેર થઈ હતી. 
યાસ્તિકા ભાટિયાની આગેવાની હેઠળ ભારતીય ટીમ તરફથી સ્પિન ઑલરાઉન્ડર નિકી પ્રસાદ પ્લેયર ઑફ ધ મૅચ બની હતી. તેણે પહેલી ઇનિંગ્સમાં ૯૧ રન કર્યા હતા અને મૅચમાં સાત વિકેટ લીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2026 08:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK