ત્રણેય ફૉર્મેટમાં સાતત્યપૂર્ણ પર્ફોર્મ કરી રહેલા જસપ્રીત બુમરાહને અન્યાય ન થાય એ માટે આવું વિચારી રહ્યું છે, ભારતીય ક્રિકેટ બોર્ડે ગયા મહિને સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટની જાહેરાત કરતી વખતે A+ કૅટેગરીને કાઢી નાખી હતી.
જસપ્રીત બુમરાહ
ભારતીય ક્રિકેટ બોર્ડે ગયા મહિને સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટની જાહેરાત કરતી વખતે A+ કૅટેગરીને કાઢી નાખી હતી. એ માટેનું મુખ્ય કારણ એ કૅટેગરીના ક્રાઇટેરિયામાં ફિટ બેસી શકે એવા ખેલાડીઓનો અભાવ હતું. એ કૅટેગરીમાં એવા જ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવતો હતો જેઓ ત્રણેય ફૉર્મેટમાં રમી રહ્યા હોય અને એકાદ ફૉર્મેટ-રૅન્કિંગમાં ટૉપ ટેનમાં સામેલ હોય. A+ કૅટગરીમાં સામેલ વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ અને T20માંથી સંન્યાસ લઈ લીધો છે અને રવિન્દ્ર જાડેજાએ T20 રમવાનું છોડી દીધું છે. આથી એ કૅટેગરી માટે ફક્ત જસપ્રીત બુમરાહ બચ્ચો હતો. આ A+ કૅટેગરી નીકળી છતાં બુમરાહ ઑટોમૅટિક એનાથી નીચી A કૅટેગરીમાં આવી ગયો હતો. જો ગયા વર્ષના કૉન્ટ્રૅક્ટની રકમ જોઈએ તો બુમરાહને હવે સાતને બદલે પાંચ કરોડ રૂપિયા મળશે. આમ કોઈ વાંક ન હોવા છતાં તેને બે કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.
માહિતી પ્રમાણે ક્રિકેટ બોર્ડ સતત શાનદાર પર્ફોર્મ કરતા બુમરાહને કૅટેગરીના ડિમોશન છતાં ફાઇનૅન્શ્યલી કોઈ અન્યાય ન થાય એ માટે વિચારણા કરી રહ્યું છે. જ્યારથી કૉન્ટ્રૅક્ટ સિસ્ટમમાં A+ કૅટેગરી દાખલ કરવામાં આવી છે ત્યારથી બુમરાહ એમાં સામેલ રહ્યો છે.
ADVERTISEMENT
ગયા વર્ષે A+ કૅટેગરીમાં સામેલ ખેલાડીને ૭ કરોડ, A કૅટેગરીને પાંચ કરોડ, Bને ૩ કરોડ અને Cવાળાને એક કરોડ રૂપિયા મળતા હતા. જોકે બોર્ડે આ વર્ષે હજી સુધી કોઈ પણ કૅટેગરીનું વૅલ્યુ જાહેર નથી કર્યું. એનું કારણ કદાચ બુમરાહ જેવા અમુક ખેલાડીને અન્યાય ન થાય એ હોઈ શકે છે. બુમરાહ ઉપરાંત અમુક ખેલાડીઓ જેવા કે અક્ષર પટેલ, કે. એલ. રાહુલ, હાર્દિક પંડ્યા વગેરેને પણ સારું પર્ફોર્મ છતાં અમુકને Aમાંથી Bમાં અને અમુકને Bમાંથી Cમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ બધી બાબતો વિશે તેમ જ ઇન્જરીને લીધે કોઈ ખેલાડીએ રમતથી દૂર રહેવું પડ્યું હોય તો તેમને કોઈ અન્યાન ન થાય એ માટે દરેક કૅટેગરી માટેના ક્રાઇટેરિયા તેમ જ કૉન્ટ્રૅક્ટ-વૅલ્યુ વિશે ફેરવિચારણા બાબતે ક્રિકેટ બોર્ડ ગંભીરતાપૂર્વક વિચારી રહ્યું છે.
