IPL 2025માં દિલ્હી કૅપિટલ્સ તરફથી રમતી વખતે ડાબા હાથના અંગૂઠામાં ફ્રૅક્ચર થવાથી તેને બેથી ત્રણ અઠવાડિયાં આરામની જરૂર પડશે.
બંગલાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાન
બંગલાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાન ઇન્જરીને કારણે પાકિસ્તાન સામેની T20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. IPL 2025માં દિલ્હી કૅપિટલ્સ તરફથી રમતી વખતે ડાબા હાથના અંગૂઠામાં ફ્રૅક્ચર થવાથી તેને બેથી ત્રણ અઠવાડિયાં આરામની જરૂર પડશે.
IPLમાં દિલ્હી સાથેના રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે કરાર થયો હોવાથી તે બંગલાદેશ ક્રિકેટ બોર્ડની પરવાનગી લઈને UAE સામેની ત્રણ મૅચની સિરીઝમાંથી એક મૅચ રમીને ભારત આવ્યો હતો. ૬ કરોડ રૂપિયાના આ ડાબોડી ફાસ્ટ બોલરે ત્રણ મૅચમાં ચાર વિકેટ ઝડપી હતી. નેશન ડ્યુટી સામે ભારતની IPLને મહત્ત્વ આપનાર આ બોલર સામે સોશ્યલ મીડિયા પર બંગલાદેશી ફૅન્સ ભડક્યા પણ હતા.


