ભારતીય ઓપનર્સ અભિષેક શર્મા અને શુભમન ગિલની ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને પ્રશંસા કરી હતી
અભિષેક શર્માની પ્રશંસા કરી અશ્ચિને
ભારતીય ઓપનર્સ અભિષેક શર્મા અને શુભમન ગિલે બુધવારે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સામે ધમાકેદાર બૅટિંગ કરી હતી. ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહના આ બન્ને શિષ્યોની ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને પ્રશંસા કરી હતી.
અશ્વિન કહે છે કે ‘મને એ જાણવાની ઉત્સુકતા હતી કે અભિષેક શર્માનો આક્રમક અભિગમ UAEની પિચો પર કામ કરે છે કે નહીં. જોકે તે સારો પ્લેયર છે અને યુવરાજ સિંહનું અપગ્રેડેડ વર્ઝન છે. શુભમન ગિલ પર રન બનાવવાનું થોડું પ્રેશર હશે એથી ૧૪૦-૧૫૦ના સ્ટ્રાઇક રેટથી તેની પાસે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર બનવાની સારી તક છે.’
