તેણે પોતાના ઘરે ક્રિકેટની થીમ પર આધારિત કેક સાથે વર્ષગાંઠ ઊજવી હતી
અભિષેક શર્માએ ગઈ કાલે પોતાની પચીસમી વર્ષગાંઠની ઉજવણી કરી
T20 એશિયા કપ 2025 માટે તૈયારી કરી રહેલા અભિષેક શર્માએ ગઈ કાલે પોતાની પચીસમી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. તેણે પોતાના ઘરે ક્રિકેટની થીમ પર આધારિત કેક સાથે વર્ષગાંઠ ઊજવી હતી. તેની બહેન કોમલ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલા ફોટોમાં કેકમાં ક્રિકેટના મેદાન પર અભિષેક શર્માની જેમ ટીમ ઇન્ડિયાની જર્સીમાં સેન્ચુરીની ઉજવણી કરતા ક્રિકેટરની આકૃતિ જોવા મળી હતી. મેન્સ T20 બૅટિંગ-રૅન્કિંગમાં નંબર-વન હોવાને કારણે કેકના બોર્ડ પર વર્ષગાંઠની શુભેચ્છા સાથે નંબર-વનનો ઉલ્લેખ પણ જોવા મળ્યો હતો.


