Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IND vs PAK : આજે પણ વરસાદની સંભાવના

IND vs PAK : આજે પણ વરસાદની સંભાવના

Published : 11 September, 2023 08:00 AM | IST | Colombo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેઘરાજાએ પરેશાન કર્યા, રિઝર્વ ડેએ લાજ રાખી : ભારતીય ટીમ સતત ત્રણ દિવસ મેદાન પર

કોલંબોમાં ગઈ કાલે મેઘરાજાએ અપાવેલા લાંબા બ્રેક દરમ્યાન ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ. રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે ૧૨૧ રનની અપ્રતિમ ભાગીદારી થઈ હતી (તસવીર : એ.એફ.પી.)

Asia Cup 2023

કોલંબોમાં ગઈ કાલે મેઘરાજાએ અપાવેલા લાંબા બ્રેક દરમ્યાન ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ. રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે ૧૨૧ રનની અપ્રતિમ ભાગીદારી થઈ હતી (તસવીર : એ.એફ.પી.)


કોલંબોમાં આજે બપોરે ૩.૦૦ વાગ્યાથી ભારત-પાકિસ્તાન મૅચ ૨૪.૨ ઓવરથી આગળ રમાવાની શરૂ થશે : ગઈ કાલની અને આજની પાકિસ્તાન સામેની રમત બાદ આવતી કાલે ભારતીયો રમશે શ્રીલંકા સામે

કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ગઈ કાલે વારંવાર પડેલા વરસાદને કારણે અને મેદાન સાફ કરવાની નબળી સિસ્ટમને લીધે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપર-ફોર રાઉન્ડની મૅચ છેવટે અટકાવવામાં આવી હતી અને હવે એ મૅચની બાકીની રમત આજના રિઝર્વ-ડેએ આગળ વધશે. ગઈ કાલે ૨૪મી ઓવર પૂરી થયા પછી એક બૉલ ફેંકાયો ત્યાર બાદ ભારતના ૧૪૭/૨ના સ્કોર સાથે મેઘરાજાની મહેરને કારણે મૅચ સાંજે ૪.૫૨ વાગ્યે અટકાવવામાં આવી હતી. આજે (બપોરે ૩.૦૦ વાગ્યે) એ સ્કોરથી (ઓવર નંબર ૨૪.૨થી) રમત આગળ વધશે. વિરાટ કોહલી ૮ રને અને કે.એલ. રાહુલ ૧૭ રને રમી રહ્યો હતો.



અમ્પાયર્સે ઘણી વખત પિચ અને મેદાનનું અવલોકન કર્યું હતું અને ૩૪-૩૪ ઓવર અને પછી ૨૦-૨૦ ઓવરના મુકાબલા વિશે પણ વિચારાયું હતું, પણ વધુ એક વાર વરસાદ પડતાં બાકીની રમતને ત્રણ દિવસ પહેલાં લાગુ કરવામાં આવેલા રિઝર્વ ડે પર નાખવામાં આવી હતી.


જાણે ભારત-પાકિસ્તાનની ટેસ્ટ!
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૨ ડિસેમ્બર, ૨૦૦૭ પછી ટેસ્ટ-મૅચ નથી રમાઈ, પરંતુ ગઈ કાલે કોલંબોના મુકાબલા વખતે લાગ્યું કે જાણે બન્ને દેશ વચ્ચે ટેસ્ટ-મૅચ રમાઈ રહી છે. કારણ એ છે કે મેઘરાજાએ વારંવાર પરેશાન કર્યા ત્યાર પછી અમ્પાયરે રમત થંભાવી દીધી હતી. સામાન્ય રીતે ટેસ્ટ-મૅચમાં કોઈ દિવસે સાંજે ૯૦ ઓવર પૂરી થતાં અમ્પાયર રમત પૂરી જાહેર કરે અને બાકીની રમત પછીના દિવસે શરૂ થશે એવું જણાવે છે. ગઈ કાલે કોલંબોની મૅચમાં પણ એવું બન્યું હતું.

રોહિત-ગિલની ધમાકેદાર શરૂઆત
ગઈ કાલે પાકિસ્તાને બૅટિંગ આપ્યા પછી રોહિત શર્મા (૫૬ રન, ૪૯ બૉલ, ચાર સિક્સર, છ ફોર) અને શુભમન ગિલે (૫૮ રન, બાવન બૉલ, દસ ફોર)ની ઓપનિંગ જોડીએ ધાર્યા કરતાં પણ સારો આરંભ કર્યો હતો. શાહીન આફ્રિદી (૫-૦-૩૭-૧)ની પહેલી ઓવરમાં સાવચેતીથી રમવાનું શરૂ કર્યા પછી રોહિતે સિક્સરથી ખાતું ખોલાવ્યું હતું. નસીમ શાહ (૫-૧-૨૩-૦)ની બોલિંગ ખૂબ અસરકારક હોવાથી રોહિત એમાં સાવધ થઈને રમ્યો હતો, પરંતુ ગિલે ફટકાબાજી શરૂ કરીને આફ્રિદીની ઍનૅલિસિસ બગાડી નાખી હતી. ગિલ સાથેની ૧૨૧ રનની અસાધારણ ભાગીદારી બાદ રોહિત સ્પિનર શાદાબના બૉલમાં ફહીમના હાથમાં આબાદ કૅચઆઉટ થયો હતો. પછીની ઓવરમાં ગિલે આફ્રિદીના સ્લોઅર બૉલમાં વિકેટ ગુમાવી હતી. તેનો કૅચ આગા સલમાને પકડ્યો હતો. નસીમ ઉપરાંત ફહીમ અને રઉફને વિકેટ નહોતી મળી.


શ્રેયસને ઈજા, રાહુલને મોકો
શ્રેયસ ઐયર પીઠના દુખાવાને કારણે ગઈ કાલે નહોતો રમ્યો અને તેના સ્થાને કે.એલ. રાહુલને કરીઅર આગળ વધારવાનો મોકો મળ્યો હતો. રાહુલ ગઈ કાલે ૨૮ બૉલમાં બે ફોરની મદદથી બનેલા ૧૭ રને રમી રહ્યો હતો. તે માર્ચ મહિના પછી ફરી રમવા આવ્યો છે.

1
ઑસ્ટ્રેલિયાની ટીમ વન-ડેમાં પાકિસ્તાનને આટલામાં નંબર પરથી હટાવીને ફરી મોખરે થઈ ગઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

11 September, 2023 08:00 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK