° °

આજનું ઇ-પેપર
Tuesday, 09 August, 2022


બ્રિટનની મહિલા પ્લેયર છે ક્રિકેટરોની ફૅન અને ફ્રેન્ડ

01 July, 2022 01:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોહલીને પ્રપોઝ કરનાર અને અર્જુન સાથે ડિનર-ડેટ પર જનાર ક્રિકેટર ડૅની વ્યૉટની મીડિયામાં અસંખ્ય ખેલાડીઓ સાથે તસવીરો છે

ડેનિયેલ વ્યૉટ, અર્જુન તેન્ડુલકર

ડેનિયેલ વ્યૉટ, અર્જુન તેન્ડુલકર

ઇંગ્લૅન્ડની ૩૧ વર્ષીય ઑલરાઉન્ડર ડેનિયેલ વ્યૉટ સવા બસો ઇન્ટરનેશનલ મૅચ રમી છે અને એમાં તેણે સાડાત્રણ હજાર રન બનાવવા ઉપરાંત ૭૩ વિકેટ પણ લીધી છે, પરંતુ તે પોતાના પર્ફોર્મન્સને લીધે ચર્ચામાં આવવાને બદલે મોટા ભાગે અલગ-અલગ ક્રિકેટર કે બીજી રમતના ખેલાડીઓ સાથેની દોસ્તીને કારણે સમયાંતરે ન્યુઝમાં ચમકતી રહી છે. બે દિવસ પહેલાંની જ વાત કરીએ. સચિન તેન્ડુલકરનો ક્રિકેટર-પુત્ર અર્જુન થોડા દિવસથી લંડનમાં છે અને ડૅની તરીકે જાણીતી આ બ્રિટિશ ખેલાડીએ તેની સાથે એક રેસ્ટોરાંમાં ડિનર લીધું હતું. ડૅનીએ પોતાની સામે બેઠેલા અર્જુનની તસવીર ખેંચીને સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી.

આ એ જ બ્રિટિશ મહિલા ખેલાડી છે જેણે થોડા વર્ષો પહેલાં વિરાટ કોહલીને સોશ્યલ મીડિયામાં પ્રપોઝ કરીને સનસનાટી મચાવી દીધી હતી. ડૅની વ્યૉટ અગાઉ કેવિન પીટરસન તેમ જ બીજા કેટલાક ઇંગ્લિશ ક્રિકેટરો અને ટેનિસ-ગ્રેટ નોવાક જૉકોવિચને મળી ચૂકી છે. યુઝવેન્દ્ર ચહલ સાથે વ્યૉટે મીડિયામાં મજાક-મસ્તીભર્યાં ચૅટ કર્યાં હતાં અને અફઘાનિસ્તાનના ઑલરાઉન્ડર રાશિદ ખાનને પણ તે મળી ચૂકી છે.

01 July, 2022 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

પ્રથમ વાર પિતા બનેલા કૃણાલ પંડ્યાને સચિન, હરભજન સિંહ સહિત ક્રિકેટરોનાં અભિનંદન

કૃણાલે રવિવારે ટ્વિટર પર હાર્ટવાળા ઇમોજી સાથે કૅપ્શનમાં ‘કવિર કૃણાલ પંડ્યા’ લખ્યું હતું

26 July, 2022 02:43 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ભારતના દિગ્ગજો લૉર્ડ્‍સમાં મહેમાન

સચિન પત્ની અંજિલ સાથે આ અૈતિહાસિક સ્ટેડિયમમાં આવ્યો હતો. બીસીસીઆઇ-પ્રમુખ ગાંગુલી અને સચિને ભારતની આગામી સિરીઝો પર ચર્ચા કરી હતી.

15 July, 2022 04:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

પિતા દરેક બાળકના ફર્સ્ટ હીરો : સચિન

ગઈ કાલે ‘ફાધર્સ ડે’એ રોહિત, પુજારા અને ચૅમ્પિયન મહિલા બૉક્સર નિખત ઝરીને સોશ્યલ મીડિયામાં હૃદયના ભાવ વ્યક્ત કર્યા

20 June, 2022 12:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK