Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતના પહેલા ગ્રૅન્ડમાસ્ટરે ૧૦૦મા ગ્રૅન્ડમાસ્ટરને શુભેચ્છા આપી

ભારતના પહેલા ગ્રૅન્ડમાસ્ટરે ૧૦૦મા ગ્રૅન્ડમાસ્ટરને શુભેચ્છા આપી

Published : 10 November, 2026 11:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિવાળીના દિવસે ભારતના ૧૦૦મા ગ્રૅન્ડમાસ્ટર બનેલા અનુજ શ્રીવત્રીને દેશના પહેલા ગ્રૅન્ડમાસ્ટરે જાહેરમાં શુભેચ્છા પાઠવી હતી. વિશ્વનાથન આનંદે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘દિવાળીની શુભકામનાઓ.

ભારતના પહેલા ગ્રૅન્ડમાસ્ટરે ૧૦૦મા ગ્રૅન્ડમાસ્ટરને શુભેચ્છા આપી

ભારતના પહેલા ગ્રૅન્ડમાસ્ટરે ૧૦૦મા ગ્રૅન્ડમાસ્ટરને શુભેચ્છા આપી


દિવાળીના દિવસે ભારતના ૧૦૦મા ગ્રૅન્ડમાસ્ટર બનેલા અનુજ શ્રીવત્રીને દેશના પહેલા ગ્રૅન્ડમાસ્ટરે જાહેરમાં શુભેચ્છા પાઠવી હતી. વિશ્વનાથન આનંદે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘દિવાળીની શુભકામનાઓ. ભારતનો ૧૦૦મો ક્રૅકર, એક શાનદાર સદી! ડિસેમ્બર ૨૦૨૭માં હું મારા ગ્રૅન્ડમાસ્ટર ટાઇટલનાં ૪૦ વર્ષ પૂર્ણ કરીશ. ભારતને આ સીમાચિહ્‍ન પર પહોંચાડવા બદલ અનુજને અભિનંદન.’

અનુજ શ્રીવત્રીએ જર્મન કંપનીની સૉફ્ટવેર એન્જિનિયરની નોકરી છોડી દીધી હતી  
૨૦૦૪માં જન્મેલા અનુજ શ્રીવત્રીને ૨૦૧૧માં ૭ વર્ષની ઉંમરે ચેસમાં રસ પડ્યો હતો. મધ્ય પ્રદેશના તેના પપ્પા અશોક શ્રીવત્રીએ તેને આ રમતનો પરિચય કરાવ્યો હતો. તે પોતે ચેસના શોખીન હતા પણ એમાં ગંભીરતાથી આગળ વધી શક્યા નહોતા.
અનુજે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગમાં વિશેષતા સાથે BTech પૂર્ણ કર્યું અને પછી એક જર્મન કંપની માટે સૉફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. જર્મનીમાં કંપનીમાં કામ કરીને ચેસ છોડવાની સ્થિતિ અનુજને મંજૂર નહોતી.
દૈનિક ૮-૯ કલાકની ચેસ-તૈયારીનું સંતુલન સાધવું ખૂબ મુશ્કેલ હોવાથી અનુજે નોકરી છોડવાનો નિર્ણય કર્યો હતો. તેના પરિવારે તેના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપ્યું. વ્યવસાયે શિક્ષક અશોક અને તેમની પત્નીએ પુત્રને ટુર્નામેન્ટમાં મુસાફરી કરવામાં મદદ કરવા માટે વર્ષોથી નોંધપાત્ર નાણાકીય બલિદાન આપ્યાં. તેઓ ઘણી વાર બચતના પૈસા ખર્ચી કાઢતાં, જેથી તેમનો પુત્ર ઇન્ટરનૅશનલ સ્તરે સ્પર્ધા કરી શકે.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2026 11:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK