ડ્રેસિંગ રૂમમાંથી પણ ઘણા અભિપ્રાયો લીધા છે. તે ખૂબ જ યંગ છે પણ અમે તેનામાં ઇમ્પ્રૂવમેન્ટ જોયું છે. હંમેશની જેમ આ હાઈ-પ્રેશર જૉબ રહેવાની છે
ગઈ કાલે મુંબઈમાં મીડિયા સાથે સંવાદ કરતો ચીફ સિલેક્ટર અજિત આગરકર. તસવીર : અતુલ કાંબળે
શુભમન ગિલને કૅપ્ટન બનાવવા વિશે ચીફ સિલેક્ટર અજિત આગરકરે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘છેલ્લા એકાદ વર્ષમાં શુભમન પર અમારી નજર રહી છે. અમે ડ્રેસિંગ રૂમમાંથી પણ ઘણા અભિપ્રાયો લીધા છે. તે ખૂબ જ યંગ છે પણ અમે તેનામાં ઇમ્પ્રૂવમેન્ટ જોયું છે. હંમેશની જેમ આ હાઈ-પ્રેશર જૉબ રહેવાની છે, પણ અમે આશા રાખીએ છીએ કે અમે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી છે. તે એક ટેરિફિક પ્લેયર છે.’


