Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આયરલૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં અફઘાનિસ્તાને ૨-૦ની લીડ મેળવી

આયરલૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં અફઘાનિસ્તાને ૨-૦ની લીડ મેળવી

Published : 12 August, 2026 06:20 PM | IST | Kabul
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આયરલૅન્ડ સામે અફઘાનિસ્તાને સતત બે વન-ડે જીતીને પાંચ મૅચની સિરીઝમાં ૨-૦ની લીડ મેળવી છે અને આગામી વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.

ઑલરાઉન્ડર રાશિદ ખાન ત્રણ વિકેટ અને ૩૭ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

ઑલરાઉન્ડર રાશિદ ખાન ત્રણ વિકેટ અને ૩૭ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.


યજમાન આયરલૅન્ડ સામેની પાંચ વન-ડે મૅચની સિરીઝમાં અફઘાનિસ્તાને ૨-૦થી લીડ મેળવી છે. પહેલી મૅચ વરસાદમાં ધોવાયા બાદ અફઘાન ટીમે સતત બે વન-ડે મૅચ જીતીને સિરીઝ પર કબજો કર્યો છે. આજે ચોથી વન-ડે અને ૧૫ ઑગસ્ટે પાંચમી વન-ડે મૅચ રમાશે. 
બીજી વન-ડે મૅચમાં આયરલૅન્ડે એક પણ વ્યક્તિગત ફિફ્ટી વગર ૪૬.૩ ઓવરમાં ૨૦૬ રન કર્યા હતા. જવાબમાં ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝના ૭૭ બૉલમાં ૭૧ રનની મદદથી અફઘાનિસ્તાને ૪૪.૫ ઓવરમાં ૨૦૭/૭નો સ્કોર કરીને ત્રણ વિકેટે જીત નોંધાવી હતી. સ્પિન ઑલરાઉન્ડર રાશિદ ખાન ત્રણ વિકેટ લઈને ૪૩ બૉલમાં અણનમ ૩૭ રન કરવા બદલ પ્લેયર ઑફ ધ મૅચ પણ બન્યો હતો. 
આ જીતથી અફઘાનિસ્તાને આગામી વર્ષે યોજાનાર વર્લ્ડ કપમાં સ્થાન એકદમ પાકુ કરી લીધું છે. ૨૦૦૭ અને ૨૦૧૧માં વર્લ્ડ કપ માટે અફઘાની ટીમ ક્વૉલિફાય થઈ નહોતી, જોકે છેલ્લા ત્રણેય વન-ડે વર્લ્ડ કપની આ ટીમ મુખ્ય ટુર્નામેન્ટમાં રમીને શાનદાર પ્રદર્શન કરી રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2026 06:20 PM IST | Kabul | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK