Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20નો નંબર-વન બોલર રાશિદ ખાન પહેલી વખત બન્યો પપ્પા દીકરાને નામ આપ્યું અઝલાન ખાન

T20નો નંબર-વન બોલર રાશિદ ખાન પહેલી વખત બન્યો પપ્પા દીકરાને નામ આપ્યું અઝલાન ખાન

Published : 19 April, 2026 10:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પર એવી પણ ચર્ચા છે કે ૨૦૨૪માં તેણે માત્ર સગાઈ કરી હતી અને ૨૦૨૫માં લગ્ન કર્યાં હતાં એટલે કે તેની માત્ર એક જ પત્ની છે. 

વર્ષ ૨૦૨૫માં ઇંગ્લૅન્ડસ્થિત આ અફઘાની મહિલા સાથે રાશિદ ખાને કર્યાં હતા નિકાહ અને પહેલા સંતાનના નામની જાહેરાત કરતાં આ બે ફોટો શૅર કર્યા હતા રાશિદ ખાને.

વર્ષ ૨૦૨૫માં ઇંગ્લૅન્ડસ્થિત આ અફઘાની મહિલા સાથે રાશિદ ખાને કર્યાં હતા નિકાહ અને પહેલા સંતાનના નામની જાહેરાત કરતાં આ બે ફોટો શૅર કર્યા હતા રાશિદ ખાને.


અફઘાનિસ્તાન અને ગુજરાત ટાઇટન્સના સ્પિનર રાશિદ ખાને ગઈ કાલે પોતાના પહેલા સંતાનના જન્મની જાહેરાત કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર લંડનનું લોકેશન સેટ કરીને બાળક પાસેનાં બે નાનાં પોસ્ટરના ફોટો શૅર કર્યા હતા. ૨૭ વર્ષના રાશિદ ખાને લખ્યું કે મારા નાના રાજકુમાર, દુનિયામાં તારું સ્વાગત છે. અહેવાલો અનુસાર રાશિદ ખાને વર્ષ ૨૦૨૪થી ૨૦૨૫ દરમ્યાન ૧૦ મહિનામાં બે નિકાહ કર્યા હતા. આ સંતાન તેની કઈ પત્ની તરફથી છે એનો ખુલાસો થયો નથી. રાશિદ ખાને ૨૦૨૪ની ૩ ઑક્ટોબરે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પશ્તુન રિવાજો અનુસાર ત્રણ ભાઈઓ જોડે પોતે પણ પહેલા નિકાહ કર્યા હતા. તેની આ પત્ની સાથે હમણાં પણ છે કે નહીં એની સ્પષ્ટતા નથી, કારણ કે તેણે પોતાના પહેલા નિકાહ વિશે ખૂલીને વાત નથી કરી. 
રાશિદ ખાને ૨૦૨૫ની બીજી ઑગસ્ટે પોતાના બીજા નિકાહ ઇંગ્લૅન્ડસ્થિત એક અફઘાન મહિલા સાથે કર્યા હતા. એક ઇવેન્ટ દરમ્યાનનો પત્ની સાથેનો ફોટો વાઇરલ થતાં છેક નવેમ્બર મહિનામાં રાશિદ ખાને આ નિકાહ વિશે ખુલાસો કર્યો હતો. સોશ્યલ મીડિયા પર એવી પણ ચર્ચા છે કે ૨૦૨૪માં તેણે માત્ર સગાઈ કરી હતી અને ૨૦૨૫માં લગ્ન કર્યાં હતાં એટલે કે તેની માત્ર એક જ પત્ની છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK