હવે એક નવો સ્પિનર નૂર અહમદ ચમક્યો છે
નૂર અહમદ સાથે રાશિદ ખાન
અફઘાનિસ્તાનના સ્પિનરોએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણી નામના મેળવી છે, પછી તે રાશિદ ખાન હોય કે મુજીબ-ઉર-રહમાન. હવે એક નવો સ્પિનર નૂર અહમદ ચમક્યો છે. રાજસ્થાન સામેની મૅચમાં તેણે રાશિદ ખાન સાથે મળીને ગુજરાતને જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રાશિદે ૧૪ રન આપીને ૩ વિકેટ તો નૂરે ૨૫ રન આપીને બે વિકેટ ઝડપી હતી. મૅચ પૂરી થયા બાદ રાશિદને પૂછવામાં આવ્યું કે અફઘાનિસ્તાન પાસે કેટલા લેગ સ્પિનર્સ છે, તો તેણે જવાબ આપ્યો કે સાચું કહું તો અત્યારે ૧૦૦૦ કરતાં પણ વધારે છે. હું ઘણી બધી ઍકૅડેમીમાં ગયો છું. હું જ્યારે પહેલી આઇપીએલ રમ્યો ત્યારે ૨૫૦ હતા. હવે છથી સાત વર્ષથી આઇપીએલ રમી રહ્યો છું. અફઘાનિસ્તાનમાં ઘણા લોકો મને કૉપી કરવાનો પ્રયાસ કરે છે. મને રોજ નવા સ્પિનર્સના વિડિયો મળે છે. નૂરને અહીં પ્રદર્શન કરતો જોઈને ઘણો ખુશ છું. ઘણા અન્યો છે જેને આઇપીએલમાં રમવાની તક નથી મળી, પરંતુ જ્યારે પણ તક મળશે સારું પ્રદર્શન કરશે.


