આ લીગને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા પહેલાંથી જ મંજૂરી આપવામાં આવી છે અને હવે એ ૨૦૨૬માં શરૂ થશે
અભિષેક બચ્ચન
આયરલૅન્ડ, સ્કૉટલૅન્ડ અને નેધરલૅન્ડ્સ ક્રિકેટ બોર્ડના પ્લેયર્સ માટે આયોજિત યુરોપિયન પ્રીમિયર T20 લીગને ઉદ્ઘાટન પહેલાં જ ગ્રહણ લાગ્યું છે. આ લીગની પહેલી સીઝન આ વર્ષે જુલાઈ-ઑગસ્ટમાં છ શહેરોમાં છ ટીમો વચ્ચે રમાવાની હતી. યુરોપમાં ક્રિકેટના વિકાસ માટે આયોજિત આ લીગનો બૉલીવુડ ઍક્ટર અભિષેક બચ્ચન ઓનર છે.
અહેવાલ અનુસાર ઇન્વેસ્ટ સંબંધિત કેટલાંક પરિબળોને કારણે આ લીગને શરૂ કરવા માટે વધુ સમયની જરૂર છે. આ લીગને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા પહેલાંથી જ મંજૂરી આપવામાં આવી છે અને હવે એ ૨૦૨૬માં શરૂ થશે. માર્ચ ૨૦૨૫માં આ લીગની ઘણી પ્રમોશનલ ઇવેન્ટ માટે અભિષેક બચ્ચન યુરોપ પણ ગયો હતો.

