હાલમાં IPL કૉમેન્ટરી માટે ભારત આવેલા ડિવિલિયર્સે મરીન લાઇન્સના ઇસ્લામ જિમખાના ખાતે મુંબઈ વ્હીલચૅર ક્રિકેટ ટીમ સાથે પ્રૅક્ટિસ કરી હતી
એ.બી. ડિવિલિયર્સ
સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ ક્રિકેટર એ.બી. ડિવિલિયર્સ મેદાનના તમામ ખૂણે શૉટ રમવાની ક્ષમતાને કારણે ‘મિસ્ટર 360 ડિગ્રી’ તરીકે ઓળખાય છે.

ADVERTISEMENT

હાલમાં IPL કૉમેન્ટરી માટે ભારત આવેલા ડિવિલિયર્સે મરીન લાઇન્સના ઇસ્લામ જિમખાના ખાતે મુંબઈ વ્હીલચૅર ક્રિકેટ ટીમ સાથે પ્રૅક્ટિસ કરી હતી. તેણે વ્હીલચૅરમાં બેસીને કેટલાક શાનદાર શૉટ મારીને વ્હીલચૅરથી જ પિચ પર રન લેવાનો પ્રયાસ કર્યો હતો.
ભારતમાં ઘણી પ્રતિભા છે અને આનું ઘણું શ્રેય IPLને જાય છે, કારણ કે એ કેટલાક યુવાનોને ખૂબ જ નાની ઉંમરે સારું પ્રદર્શન કરવાની તક આપી રહી છે. આ ભારતીય ક્રિકેટ માટે એક મહાન પ્લૅટફૉર્મ છે - સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ ક્રિકેટર એ.બી. ડિવિલિયર્સ


