તમામ રૂપિયા વીસીના હતા જે મને બીજા ભિક્ષુકોએ આપ્યા હતા. જે બીજા ભિક્ષુકોએ તેને પૈસા રાખવા આપ્યા હતા તેમની પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ.
પ્રતીકાત્મક તસવીર
ભાંડુપ-વેસ્ટના સોનાપુર વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષની વિદ્યા શોભા નામની ભિક્ષુકના ઘરમાંથી મંગળવારે ધોળે દહાડે રોકડા ૭,૦૫,૦૦૦ રૂપિયા ચોરાઈ ગયા હતા. આ મામલે ગઈ કાલે ભાંડુપ પોલીસે ફરિયાદ નોંધી છે. એક ભિક્ષુકના ઘરમાં આટલી મોટી રકમ હોવાનું જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે.
એક ભિક્ષુકના ઘરમાં આટલા રૂપિયા હોવાની વાત ચોંકાવનારી છે એમ જણાવતાં ભાંડુપના સિનિયર ઇન્સ્પેક્ટર દત્તાત્રય ખંડાગળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિદ્યા થાણેના તીન હાથ નાકા વિસ્તારમાં ભીખ માગીને ગુજરાન ચલાવતી હતી એવું તેણે અમને કહ્યું હતું. મંગળવારે સવારે પણ વિદ્યા ભીખ માગવા ગઈ હતી. ત્યાંથી સાંજે પાછી આવી ત્યારે તેણે દરવાજાનું તાળું તૂટેલું જોયું હતું. એ પછી ઘરમાં તપાસ કરતાં કબાટમાં રાખેલા પૈસા ચોરાઈ ગયા હોવાની ખાતરી થઈ હતી. વિદ્યાએ દાવો કર્યો છે કે એ તમામ રૂપિયા વીસીના હતા જે મને બીજા ભિક્ષુકોએ આપ્યા હતા. જે બીજા ભિક્ષુકોએ તેને પૈસા રાખવા આપ્યા હતા તેમની પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ.’


