Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Poetry

લેખ

પ્રતીકાત્મક તસવીર

આગ ઝરતો આ ઉનાળો ચાલશે?

આકાશમાંથી જાણે લૂ વરસતી હોય એવો અહેસાસ થાય. આ ઋતુનું ચક્ર એવું છે કે આપણે AC ચાલુ કર્યા વિના કંઈ કરી ન શકીએ. કૂલિંગ લાગતું નથી એવી ફરિયાદ વારંવાર સાંભળીને કંતાઈ જતું કૉમ્પ્રેસર કંટાળી જાય છે

04 May, 2025 01:39 IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર

એક વાર તો કહી દે I LOVE YOU

મારી સામે બેઠેલા આ પાંસઠ વર્ષની આસપાસના આધેડ વયના યુવાન આજે તેના જાતસંવાદને મારી સામે શબ્દોનું સ્વરૂપ આપી રહ્યા હતા. મારા ઘરની પાછળની ગલીમાં જ તેમનું ઘર.

04 May, 2025 12:38 IST | Mumbai | Aashutosh Desai
પ્રતીકાત્મક તસવીર

જ્ઞાન, નિર્દોષ આનંદ અને માહિતીનો અમૂલ્ય ખજાનો પુસ્તકોમાં ભરેલો પડ્યો છે

આજે પુસ્તકો વિશેની જાણવા જેવી વાતો. સારા પુસ્તકના વાંચનથી ઘણો લાભ થાય છે એ વાત દરેક પુસ્તકપ્રેમી સારી રીતે જાણે છે, પણ કવિ કે લેખકનું કામ મનુષ્યનો ઉદ્ધાર કરવાનું નથી, ઉદ્ધારને પાત્ર બનાવવાનું છે

28 April, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ક્યાં નથી વરસવાનું, જાણવું જરૂરી છે

સરવાળે નુકસાન આપણને જ થાય છે. કમનસીબી એ છે કે આપણી પાસે નજર હોય છે, દૃષ્ટિ નહીં. પ્રવીણ શાહ આ દૃષ્ટિની મહત્તા કરે છે...

27 April, 2025 04:40 IST | Mumbai | Hiten Anandpara

ફોટા

આજના કવિવારના એપિસોડમાં કવિ શ્યામ સાધુની રચનાઓ

કવિવાર : ગઝલોનું સરોવર લઈને નીકળી પડેલા કવિ શ્યામ સાધુ

આજે આપણે વાત કરવાની છે ગુજરાતી ભાષાના સમર્થ સર્જક શ્યામ સાધુની. મૂળ નામ તો શામળદાસ સોલંકી. જુનાગઢ કવિનું વતન. મેટ્રિક સુધીનો અભ્યાસ. તેઓએ વિશેષ કરીને ગુજરાતી ગઝલમાં આગવું પ્રદાન કર્યું છે. તેમની ગઝલમાં ગિરનારી મિજાજ અનુભવાય છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

29 April, 2025 10:21 IST | Mumbai | Dharmik Parmar
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું કૈવલ્ય શાહને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: ગુજરાતી કવિ કૈવલ્ય શાહે હિન્દી અને ઉર્દુ કાવ્યોમાં કાઢ્યું કાઠું

એક હિન્દી ફિલ્મનો ખૂબ જ જાણીતો સંવાદ છે "મર્દ કો કભી દર્દ નહીં હોતા." પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછાં લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી પણ તમામ મર્દ દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યા છે તેમની વાત તમારાં સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ `મૅન્ટાસ્ટિક`. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી નવો ચીલો ચાતર્યો હોય. `મૅન્ટાસ્ટિક`ના આજના એપિસોડમાં આપણી સાથે છે કૈવલ્ય શાહ. જેમણે પોતાના લેખન કૌશલથી માત્ર પિતા રાજેન્દ્ર શાહનું જ નહીં પણ આખા દેશનું નામ ગૌરવાન્વિત કર્યું છે. લગભગ 12-13 વર્ષની ઉંમરે લખવાનું શરૂ કર્યું અને આજે એ પ્રવાસ અનેક જાણીતા નામો સાથે કામ કરવા સુધી તો પહોંચ્યો છે આ સિવાય પણ તેમનું ખેડાણ ખૂબ જ વધારે છે તો ચાલો જાણીએ કૈવલ્ય રાજેન્દ્ર શાહ વિશે...

24 April, 2025 04:37 IST | Mumbai | Shilpa Bhanushali
ભવન્સ કલ્ચર સેન્ટરના કર્તાહર્તા શ્રી લલિત શાહ અને ગઝલોત્સવનું મંચ

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના `ગઝલોત્સવ`થી મુંબઈ ગઝલમય બન્યું! જુઓ તસવીરો

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના ઉપક્રમે વર્ષ ૨૦૦૮થી ચાલતી કાવ્યસંપદા શ્રેણી અંતર્ગત ત્રિદિવસીય અભૂતપૂર્વ ગઝલોત્સવ તારીખ ૧૧, ૧૨ અને ૧૩ એપ્રિલે સફળતાપૂર્વક સંપન્ન થયો. ત્રણ દિવસના આયોજનમાં કુલ નવ સત્રના સોળ કલાકમાં ૪૬ કલાકારોએ ભાગ લીધો. આ ગઝલોત્સવ નરેન્દ્રભાઈ પારેખ, ભીખુભાઈ ચિતલિયા, પ્રવીણ મહેતા, જયશ્રી સંઘવી, હિતેન ભાલરિયા તથા અન્ય સહ્રદયી મિત્રોની સહાયથી પાર પડ્યો હતો. આવો, આ ઉત્સવની સ્મૃતિ કરીએ તસવીરોમાં!

18 April, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કવિ અદમ ટંકારવી

કવિવાર : યાદોનાં પરફ્યુમ્સ ઉડાડતા ગુજરાતી ભાષાના કવિ અદમ ટંકારવી

આજે આપણે મૂળ ભરૂચના ટંકારિયા ગામના કવિની વાત કરવી છે. તમે સમજી જ ગયા હશો કે વાત થઈ રહી છે અદમ ટંકારવીની. મુંબઇની જયહિન્દ કોલેજમાંથી તેઓ સ્નાતક થયા ને પછી બ્રિટિશ કાઉન્સિલની સ્કૉલરશિપથી યુ.કે.ની લેન્કાસ્ટર યુનિવર્સિટીમાંથી ભાષાશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી પણ મેળવી. ગુજરાતની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં તેમનું માતબર પ્રદાન રહ્યું છે. બ્રિટનમાં સ્થાયી થયેલા અદમ ટંકારવીએ અનેક ગુજલિશ પ્રયોગો કર્યા, જે ભાષાની મોંઘી જણસ છે. આજે તેમની તેવી જ વૈવિધ્યસભર રચનાઓ માણીશું. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

15 April, 2025 12:09 IST | Mumbai | Dharmik Parmar

વિડિઓઝ

પ્રતિષ્ઠિત એક્ટર દર્શન જરીવાલા ON બૉલીવુડ, હૉલીવુડ અને કવિતાઓ

પ્રતિષ્ઠિત એક્ટર દર્શન જરીવાલા ON બૉલીવુડ, હૉલીવુડ અને કવિતાઓ

તેમને તમે અનેક ફિલ્મોમાં કૉમિક રોલ્સમાં જોયા હશે, રણબીર કપૂરનાં પિતા તરીકે અજબ પ્રેમ કી ગજબ કહાનીમાં તેમનો અભિનય અજબ-ગજબ જોરદાર હતો એમ કહેવું પડે. આ જ દર્શન જરીવાલાએ જ્યારે 'ગાંધી માય ફાધર' ફિલ્મમાં મહાત્મા ગાંધીનું પાત્ર ભજવવા 20 કિલો વજન ઉતાર્યું ત્યાર પછી જાણે તમામને બેન કિંગ્સલે બાદ બીજા ગાંધી બાપુ મળ્યા. તેમણે ગુજરાતી મિડ-ડે સાથેના આ ઇન્ટરવ્યુમાં હૉલિવુડમાં કામ કરાવાનો અનુભવ પણ વિગતવાર શેર કર્યો અને પોતાની લખેલી કવિતાઓ પણ સંભળાવી. 

29 May, 2020 12:10 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK