ગરોળી મહિલાની ડાબી આંખ પર પડે તો પ્રિય પાત્રનો પુષ્કળ પ્રેમ મળે
માનો યા ન માનો
ગરોળી જોઈને કેટલાક લોકો છળી ઊઠે તો કેટલાકને ચીતરી ચડી જાય. એમાંય ગરોળી દીવાલ પર હોય ત્યાં સુધી ઠીક, પણ જો કદીક તમારા શરીરની નજીક પણ પડે તો ભલભલી વ્યક્તિ ઊભી થઈને નાસે. દરેક વાતમાં શુભ-અશુભમાં માનનારાઓએ ગરોળી માટે પણ સારા-નરસા પþભાવની વાતો વહેતી કરી દીધી છે એટલું જ નહીં, ગરોળી તમારા શરીર પર અમુક ભાગમાં પડે એના આધારે એ અમુક પ્રકારનું ફળ આપશે એવું પણ માનવામાં આવે છે.
ADVERTISEMENT
જો ગરોળી પુરુષોના માથા પર પડે તો એનાથી તેમને ઝઘડા કે વિવાદમાં પડવું પડે અને જો સ્ત્રીના માથે પડે તો તેના માથે મોત મંડરાય છે એમ કહેવાય.
ધારો કે ગરોળી પુરુષોના ચહેરા પર પડે તો-તો અચાનક જ ધનવર્ષા કે મોટો પ્રૉફિટ થઈ શકે છે. એમાંય જો એ ડાબી આંખ તરફ હોય તો વધુ શુભ ગણાય, જમણી આંખ તરફ ગરોળીનું પડવું એ નિષ્ફળતા કે કંઈક ગુમાવવું પડી શકે એનાં એંધાણ કહેવાય.
સ્ત્રીઓના ચહેરા પર ગરોળી પડે તો એનું ફળ જુદું હોય. એ વાળની લટ પર પડે તો કદાચ નાની-મોટી માંદગી માટે તૈયાર રહેવું પડે. જમણી આંખ પાસે પડે તો એનાથી માનસિક સંતાપ આવી શકે, પણ ડાબી આંખ પાસે પડે તો તમને તમારા મનચાહા પ્રિય પાત્ર તરફથી પુષ્કળ પ્રેમ મળી શકે.
તમે સૂતા હો અને ગરોળી તમારા બંધ હોઠની વચ્ચોવચ પપ્પી આપતી હોય એમ પડે તો જીવનમાં સંઘષોર્, અડચણો આવે અને મૃત્યુ જેવું અમંગળ પણ થઈ શકે છે. માત્ર ઉપરના હોઠ પાસે પડે તો ઝઘડો થાય. નીચેના હોઠ પર પડે તો પુરુષોને આર્થિક ફાયદો થાય અને સ્ત્રીઓને નવી ચીજ ભેટમાં મળે.
પુરુષોના હાથ પર ગરોળી પડે તો મોટો આર્થિક ફટકો પડી શકે. જમણા હાથ પર પડેલી ગરોળી ખોટની સાથે મોટી સમસ્યા પણ લાવે અને ડાબા હાથ પર પડે તો તમને શરમજનક સ્થિતિમાં મૂકી શકે છે. સ્ત્રીઓના જમણા હાથ પર ગરોળી પડે તો એ દિવસ રોમૅન્ટિક જાય. ખભા પર પડે તો તમને ભેટમાં જ્વેલરી મળી શકે.
સગર્ભા સ્ત્રીઓના અંગૂઠા પાસે ગરોળી પડે તો તેને દીકરો અવતરે. પુરુષોના અંગૂઠા પાસે પડે તો એનાથી માંદગી આવી શકે છે. સ્ત્રી-પુરુષોના પગની પાની પાસે ગરોળી પડે તો લાંબી મુસાફરીનો યોગ રહે.
આ બધું તો થયું માત્ર ગરોળીના પડવા પર. દિવસના કયા ભાગમાં ગરોળી જોવા મળી છે એના આધારે પણ શુભાશુભની માન્યતાઓ છે. વહેલી સવારે ગરોળી પોતાના ઘરની દીવાલ પર જોવા મળે તો એનાથી ઘરમાં કોઈકને માંદગી આવી શકે છે. એને ઘરની બહાર ભગાવી મૂકવાથી એ જોખમ ટળે છે. રાતના સમયે ઘરમાં દેખાય તો આર્થિક મુશ્કેલી આવી શકે છે. જોકે રાતના સમયે એને મારી નાખવાથી તો પૈસાનું દેવું થાય છે અને ખોટ જાય છે.

