કામજીવનની સમસ્યાઓમાં ઉપયોગી મુદ્રાઓ

સંબંધ-સરિતા-ડૉ. રવિ કોઠારી
શું બે જ ક્ષણમાં હવે તમને સ્ખલન થશે એનો અંદાજ નથી આવતો કે પછી અંદાજ આવે તો એના પર કોઈ કન્ટ્રોલ નથી હોતો? તો આ યોગમુદ્રાઓ પુરુષોને પણ જરૂર કામ આવશે. શું યોનિમાર્ગના સ્નાયુઓ ઢીલા પડી ગયા હોવાને કારણે તમને ઇãન્દ્રયપ્રવેશની ફીલિંગ નથી આવતી કે પછી તમારા પાર્ટનરને ઇãન્દ્રય પર યોગ્ય ભીંસ નથી અનુભવાતી? તો આ યોગમુદ્રા સ્ત્રીઓને પણ કામ આવશે.
સામાન્ય રીતે યોગાસન કરવાથી શરીરની લવચીકતા વધે છે, રોગપ્રતિકારક શક્તિ સુધરે છે, અંત:સ્રાવી ગ્રંથિઓ પર પૉઝિટિવ અસર થાય છે અને રિલૅક્સેશનને કારણે માનસિક રીતે પણ વ્યક્તિ સ્વસ્થ થાય છે. જોકે યોગાસનની કેટલીક મુદ્રાઓ સેક્સનો આનંદ વધારવામાં તેમ જ એને લગતી સમસ્યાઓમાં પણ ઘણી મદદગાર છે. કેટલીક પ્રાઇમરી લેવલની જાતીય સમસ્યાઓ નિવારવા માટે બે મુદ્રાઓ ખૂબ જ પ્રચલિત છે. એ છે અશ્વિની અને વજ્રોલી મુદ્રા. યોગાભ્યાસની દૃષ્ટિએ જોઈએ તો આ આસનોથી યૌગિક શક્તિ ખીલે છે જે વ્યક્તિને બ્રહ્મચર્ય જાળવવામાં મદદ કરે છે. નવાઈની વાત એ છે કે આ જ મુદ્રાઓની નિયમિત પ્રૅક્ટિસથી સ્ત્રી અને પુરુષ બન્નેમાં સેક્સ્યુઅલ પ્લેઝર મેળવવાની ક્ષમતા પણ વધે છે. આ મુદ્રાઓ કોઈ અનુભવી વ્યક્તિના માર્ગદર્શન હેઠળ શીખવામાં આવે એ જરૂરી છે. જોકે જાતે પ્રયત્ન કરવાથી કોઈ નુકસાન નથી. જોઈએ આ મુદ્રા કઈ રીતે થાય એ.
વજ્રોલી મુદ્રા
સૌપ્રથમ પદ્માસનમાં બેસવું. જો પગના સ્નાયુઓની ફ્લેક્સિબિલિટી ઓછી હોય અને આસન થઈ ન શકતું હોય તો સુખાસન (આપણી નૉર્મલ પલાંઠી) પણ ચાલે. બન્ને હથેળીને ઘૂંટણ પર મૂકવી. કમર ટટ્ટાર રાખવી. આંખો બંધ કરીને શ્વાસ ઑબ્ઝર્વ કરવો. રિલૅક્સ થયા પછી એક ઊંડો શ્વાસ લેવો. શ્વાસ અંદર જ રોકીને મૂત્રમાર્ગના સ્નાયુઓને સંકોચવા. યુરિન પાસ કરવાની ખૂબ જ ઇચ્છા થઈ હોય ત્યારે એને રોકી રાખવા માટે પેલ્વિક મસલ્સને ખૂબ જ સંકોચવા પડે છે એ જ રીતે સંકોચન કરવું. શ્વાસ ધીમે-ધીમે છોડતી વખતે આ સંકોચન રિલૅક્સ કરવું. આ એક આવર્તન થયું. આ પ્રકારે દસેક વાર કરવું. આ મુદ્રા સ્ત્રી અને પુરુષ બન્ને કરી શકે છે.
અશ્વિની મુદ્રા
સૌપ્રથમ પદ્માસન અથવા તો સુખાસનમાં બેસવું. કમર ટટ્ટાર રાખી બન્ને હથેળીને ઘૂંટણ પર મૂકવી. ઊંડા શ્વાસ લેવા અને કાઢવા. આંખો બંધ કરીને શ્વાસની ગતિને ઑબ્ઝર્વ કરવી. ચાર-પાંચ શ્વાસ લીધા પછી એક ઊંડો શ્વાસ લેવો. અંદર જ શ્વાસને રોકીને ગરદન વાળીને દાઢીને છાતી પાસે અડાડવી. એમ કરવાથી મોં કે નાક વાટે શ્વાસ લેવાશે નહીં અને નીકળશે પણ નહીં. એ પછી તરત જ મળદ્વારનું સંકોચન કરવું. ડાયેરિયા થયા હોય ત્યારે મળને બહાર નીકળતો રોકવા માટે મળદ્વારનું મોં સંકોચવું પડે છે એમ કરવું. ધીમે-ધીમે દાઢીને ઉપર લાવવી, શ્વાસ છોડવો અને સાથે મળદ્વારને પણ રિલૅક્સ કરવું. આ મુદ્રા દરમ્યાન જ્યારે મળદ્વારનું સંકોચન કરવાનો પ્રયત્ન કરશો ત્યારે આપમેળે મૂત્રમાર્ગના સ્નાયુઓ પણ સંકોચાશે. એટલે આ મુદ્રા કરવાથી બેવડો લાભ મળશે. જોકે એનો મતલબ એ નથી કે માત્ર અશ્વિની મુદ્રા જ કરી લઈએ તો ચાલે. આ બન્ને મુદ્રાઓ વારાફરતી કરવાથી પેલ્વિક મસલ્સને એક્સરસાઇઝ મળે છે અને મૂત્રમાર્ગ તેમ જ મળમાર્ગ એમ બન્નેના સ્નાયુઓમાં ઇચ્છિત કન્ટ્રોલ કેળવી શકાય છે.
પુરુષોને શું ફાયદા?
યુરિન અને ર્વીય બન્ને એક જ માર્ગથી બહાર આવે છે એટલે આ મુદ્રાની નિયમિત પ્રૅક્ટિસથી શીઘ્ર ર્વીયસ્ખલનનો સમય લંબાવી શકાય છે. પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશનની તકલીફ ધરાવતા પુરુષોને આ મુદ્રાથી ઘણો ફાયદો થાય છે. ઇરેક્શન દરમ્યાન પૂરતી સખતાઈ ન આવતી હોય ત્યારે પણ આ મુદ્રાથી આવેલું મસલ્સ પરનું નિયંત્રણ કામમાં આવે છે. ઇãન્દ્રય અને પેલ્વિક મસલ્સનું સંકોચન અને વિસ્તરણ થવાથી એ વિસ્તારમાં લોહીનું ભ્રમણ વધે છે અને ઉત્તેજના તથા સંવેદના વધે છે. ઉત્તેજના વધવાથી ઇãન્દ્રય-ઉત્થાન દરમ્યાન સખતાઈ સારી આવે છે. આ મુદ્રાથી ઇãન્દ્રયના સ્નાયુઓને એક્સરસાઇઝ મળે છે. નૉર્મલ અને હેલ્ધી પુરુષો આ મુદ્રાની પ્રૅક્ટિસથી ઑર્ગેઝમને થોડુંક પાછું ઠેલીને સંભોગનો સમય લંબાવી શકે છે.
સ્ત્રીઓને શું ફાયદા?
ડિલિવરી પછી જો યોનિમાર્ગમાં લૂઝનેસ આવી ગઈ હોય તો આ મુદ્રાથી મસલ્સ સ્ટ્રૉન્ગ થાય છે. આને કારણે યોનિમાર્ગમાં ઇãન્દ્રયની પકડ ઢીલી રહેતી હોય તો ફિટ થાય છે. આનાથી યોનિ અને ઇãન્દ્રય બન્નેની પરસ્પરના સ્પર્શથી ઉત્તેજના વધે છે. મોટી ઉંમરે બ્લૅડર પરનો કાબૂ ઘટી ગયો હોય અને જરા પણ સ્ટ્રેસ આવે તો યુરિનનાં ટીપાં નીકળી જતાં હોય તો તકલીફની શરૂઆતમાં જ આ બન્ને મુદ્રાઓની પ્રૅક્ટિસથી યુરિન પરનું નિયંત્રણ વધે છે.પેલ્વિક મસલ્સનું સંકોચન અને વિસ્તરણ કરવાથી એ વિસ્તારમાં લોહીનું ભ્રમણ વધે છે. બ્લડ-ફ્લોને કારણે સેન્સેશન્સ અને ઉત્તેજના વધે છે. ઓછી ઉત્તેજનાને કારણે યોનિમાર્ગ ડ્રાય રહેવાની તકલીફ હોય ત્યારે પણ આ મુદ્રાથી ફાયદો થાય છે. પ્રેગ્નન્સી દરમ્યાન આ મુદ્રા કરવાથી પેલ્વિક મસલ્સ મજબૂત થાય છે અને નિયંત્રણ વધે છે.
ADVERTISEMENT


