વિઠ્ઠલ રાદડિયાની જીવન ઝરમર જુઓ તસવીરો સાથે

Updated: Jul 29, 2019, 12:41 IST | Falguni Lakhani
 • લાંબી બીમારી બાદ વિઠ્ઠલભાઈના અવસાનથી ગુજરાતની રાજનીતિમાં શોકનો માહોલ છે.

  લાંબી બીમારી બાદ વિઠ્ઠલભાઈના અવસાનથી ગુજરાતની રાજનીતિમાં શોકનો માહોલ છે.

  1/17
 • વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને વિઠ્ઠલભાઈના અવસાનના સમાચાર પર દુઃખ વ્યક્ત કર્યું છે.

  વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને વિઠ્ઠલભાઈના અવસાનના સમાચાર પર દુઃખ વ્યક્ત કર્યું છે.

  2/17
 • વિઠ્ઠલભાઈને મોઢાનું કેન્સર થયું હતું. જેનો તેમણે અમેરિકામાં ઈલાજ પણ કરાવ્યો હતો. જો કે તે બાદ પણ તેઓ સતત બીમાર રહેતા હતા.

  વિઠ્ઠલભાઈને મોઢાનું કેન્સર થયું હતું. જેનો તેમણે અમેરિકામાં ઈલાજ પણ કરાવ્યો હતો. જો કે તે બાદ પણ તેઓ સતત બીમાર રહેતા હતા.

  3/17
 • વિઠ્ઠલભાઈનું 61 વર્ષની વયે અવસાન થયું. જેમની અંતિમયાત્રા જામ કંડોરણાથી આવતીકાલે બપોરે એક વાગ્યે નીકળશે.

  વિઠ્ઠલભાઈનું 61 વર્ષની વયે અવસાન થયું. જેમની અંતિમયાત્રા જામ કંડોરણાથી આવતીકાલે બપોરે એક વાગ્યે નીકળશે.

  4/17
 • આવતીકાલે સવારે સાત વાગ્યાથી બાર વાગ્યા સુધી જામકંડોરણાના કન્યા છાત્રાલયમાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

  આવતીકાલે સવારે સાત વાગ્યાથી બાર વાગ્યા સુધી જામકંડોરણાના કન્યા છાત્રાલયમાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

  5/17
 • વિઠ્ઠલભાઈનો જન્મ 8 નવેમ્બર 1958માં જામ કંડોરણામાં થયો હતો. તેઓ ખેતીઅને સમાજ જીવનના પાયામાં રહ્યા છે.

  વિઠ્ઠલભાઈનો જન્મ 8 નવેમ્બર 1958માં જામ કંડોરણામાં થયો હતો. તેઓ ખેતીઅને સમાજ જીવનના પાયામાં રહ્યા છે.

  6/17
 • વિઠ્ઠલભાઈ લેઉઆ પટેલ સમાજમાં પણ આગળ પડતું સ્થાન ધરાવતા હતા. તેઓ સમાજમાં અલગ અલગ હોદ્દાઓ પર સેવા આપી ચુક્યા છે.

  વિઠ્ઠલભાઈ લેઉઆ પટેલ સમાજમાં પણ આગળ પડતું સ્થાન ધરાવતા હતા. તેઓ સમાજમાં અલગ અલગ હોદ્દાઓ પર સેવા આપી ચુક્યા છે.

  7/17
 • સહકારી ક્ષેત્રે વિઠ્ઠલભાઈનું યોગદાન અવિસ્મરણીય છે.

  સહકારી ક્ષેત્રે વિઠ્ઠલભાઈનું યોગદાન અવિસ્મરણીય છે.

  8/17
 • કોઈ પણ પક્ષમાં હોય કે કોઈ પણ સરકારમાં વિઠ્ઠલભાઈએ ખેડૂતોના પ્રશ્નો હંમેશા ઉઠાવ્યા છે.

  કોઈ પણ પક્ષમાં હોય કે કોઈ પણ સરકારમાં વિઠ્ઠલભાઈએ ખેડૂતોના પ્રશ્નો હંમેશા ઉઠાવ્યા છે.

  9/17
 • ખેડૂતોને અકસ્માત વીમો અપાવવાની શરૂઆત વિઠ્ઠલભાઈએ કરાવી હતી.

  ખેડૂતોને અકસ્માત વીમો અપાવવાની શરૂઆત વિઠ્ઠલભાઈએ કરાવી હતી.

  10/17
 • વિઠ્ઠલભાઈનું ખેડૂત નેતા તરીકે મોટું નામ હતું. તેમના પુત્ર જયેશ રાદડિયા હાલ ગુજરાત સરકારમાં મંત્રી છે.

  વિઠ્ઠલભાઈનું ખેડૂત નેતા તરીકે મોટું નામ હતું. તેમના પુત્ર જયેશ રાદડિયા હાલ ગુજરાત સરકારમાં મંત્રી છે.

  11/17
 • વિઠ્ઠલ રાદડિયા વર્ષ 2014થી  2019 સુધી પોરબંદરના સાંસદ રહી ચુક્યા છે. વિઠ્ઠલ રાદડિયા છેલ્લે પોરબંદરમાંથી સાંસદ હતા.

  વિઠ્ઠલ રાદડિયા વર્ષ 2014થી  2019 સુધી પોરબંદરના સાંસદ રહી ચુક્યા છે. વિઠ્ઠલ રાદડિયા છેલ્લે પોરબંદરમાંથી સાંસદ હતા.

  12/17
 • 2019ની લોકસભાની ચૂંટણીમાં બીમારીને કારણે ભાજપ તરફથી તેમના બદલે રમેશ ધડૂકને ટિકિટ આપવામાં આવી હતી.

  2019ની લોકસભાની ચૂંટણીમાં બીમારીને કારણે ભાજપ તરફથી તેમના બદલે રમેશ ધડૂકને ટિકિટ આપવામાં આવી હતી.

  13/17
 • જ્યારે 2019 લોકસભા માટે તેમની નાદુરસ્ત તબિયતના કારણે ભાજપે રમેશ ધડુકને ટિકિટ આપી ત્યારે તેમના સમર્થકો ખૂબ જ વિરોધ કર્યો હતો.

  જ્યારે 2019 લોકસભા માટે તેમની નાદુરસ્ત તબિયતના કારણે ભાજપે રમેશ ધડુકને ટિકિટ આપી ત્યારે તેમના સમર્થકો ખૂબ જ વિરોધ કર્યો હતો.

  14/17
 • વિઠ્ઠલભાઈ રાદડિયા B.A.ની ડીગ્રી ધરાવતા હતા. રાજનીતિમાં આવતા પહેલા તેઓ સામાજિક કાર્યકર હતા. તેઓ તેમના વતન જામ કંડોરણામાં 45 વિઘામાં ગૌશાળા ચલાવતા હતા.

  વિઠ્ઠલભાઈ રાદડિયા B.A.ની ડીગ્રી ધરાવતા હતા. રાજનીતિમાં આવતા પહેલા તેઓ સામાજિક કાર્યકર હતા. તેઓ તેમના વતન જામ કંડોરણામાં 45 વિઘામાં ગૌશાળા ચલાવતા હતા.

  15/17
 • વિઠ્ઠલભાઈએ જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પોતાની રાજકીય કારકીર્દિની શરૂઆત કરી હતી. ત્યાંથી લઈને તેઓ ધારાસભ્ય અને સાંસદના પદ સુધી પહોંત્યા હતા.

  વિઠ્ઠલભાઈએ જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પોતાની રાજકીય કારકીર્દિની શરૂઆત કરી હતી. ત્યાંથી લઈને તેઓ ધારાસભ્ય અને સાંસદના પદ સુધી પહોંત્યા હતા.

  16/17
 • વિઠ્ઠલભાઈએ પોતાના પુત્રનું અવસાન થતા પુત્રવધુના બીજા લગ્ન કરાવ્યા હતા અને કરોડોનો કરિયાવર પણ આપ્યો હતો. જામકંડોરણામાં કન્યાઓને આગળ લાવવા અને ભણાવવા માટે તેમણે ઘણું કામ કર્યું છે. વિઠ્ઠલભાઈના નિધનથી સૌરાષ્ટ્રએ તેનો સાવજ ગુમાવ્યો છે.

  વિઠ્ઠલભાઈએ પોતાના પુત્રનું અવસાન થતા પુત્રવધુના બીજા લગ્ન કરાવ્યા હતા અને કરોડોનો કરિયાવર પણ આપ્યો હતો. જામકંડોરણામાં કન્યાઓને આગળ લાવવા અને ભણાવવા માટે તેમણે ઘણું કામ કર્યું છે. વિઠ્ઠલભાઈના નિધનથી સૌરાષ્ટ્રએ તેનો સાવજ ગુમાવ્યો છે.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

પોરબંદરના પૂર્વ સાંસદ અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. ત્યારે જુઓ તેમની જીવન ઝરમર તેમની યાદગાર તસવીરો સાથે.
તસવીર સૌજન્યઃ ફેસબુક

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK