Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કાર પર એક લાખ ફટાકડા ફોડ્યા

કાર પર એક લાખ ફટાકડા ફોડ્યા

24 October, 2022 09:14 AM IST | Alwar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુટ્યુબર અમિત શર્માએ દિવાળીના બરાબર પહેલાં પોતાની યુટ્યુબ ચૅનલ ક્રેઝી એક્સવાયઝેડ પર આ વિડિયો અપલોડ કર્યો હતો

અમિત શર્માએ કાર પર એક લાખ ફટાકડા ફોડ્યા

Offbeat News

અમિત શર્માએ કાર પર એક લાખ ફટાકડા ફોડ્યા


દિવાળીમાં આપણે બધા ફટાકડા ફોડીએ છીએ. જોકે ફેમસ યુટ્યુબર અમિત શર્માએ અલગ જ રીતે ફટાકડા ફોડ્યા હતા. તેણે તેની ટીમ સાથે કાર પર એક લાખથી વધારે ફટાકડા ફોડ્યા હતા. આ આખી ઘટનાને તેણે રેકૉર્ડ કરી હતી. આ વિડિયો યુટ્યુબ પર વાઇરલ થઈ રહ્યો છે.

રાજસ્થાનના અલવરમાં રહેતા યુટ્યુબર અમિત શર્માએ દિવાળીના બરાબર પહેલાં પોતાની યુટ્યુબ ચૅનલ ક્રેઝી એક્સવાયઝેડ પર આ વિડિયો અપલોડ કર્યો હતો. આ વિડિયોમાં જોવા મળ્યું હતું કે તેણે કારની બહારની બાજુ બધી જગ્યાએ ફટાકડાને ટેપથી ચોંટાડ્યા હતા. તેણે પોતાના ટીમ-મેમ્બર્સ સાથે મળીને કારની ઉપર ૫૦૦૦ અને ૧૦,૦૦૦ ફટાકડાની લૂમ લગાવી હતી. માત્ર કારના ગ્લાસ પર જ ફટાકડા નહોતા મૂક્યા. એ પછી રિમોટની મદદથી આ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. એ સ્થિતિને કૅપ્ચર કરવા માટે ડ્રોન કૅમેરા, ગો-પ્રો કૅમેરા અને બીજા કૅમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.




બધા ફટાકડા ફૂટ્યા બાદ કારનું બોનેટ ખોલીને જોવામાં આવ્યું તો એમાં કોઈ મોટું નુકસાન ન થયું હોવાનું જોવા મળ્યું હતું. કારની બૅટરી સંપૂર્ણપણે સલામત હતી. બધા ફટાકડા ફૂટ્યા બાદ અમિત શર્માએ કારને ચલાવવાની કોશિશ કરી હતી. પહેલી કોશિશમાં તો કાર નહોતી ચાલી, પણ થોડી વારમાં એ સ્ટાર્ટ થઈ ગઈ હતી. જોકે એ પછી ફરીથી બંધ થઈ ગઈ હતી. 
આ ટીમે કરેલું આવું સાહસ કરવું જરાય હિતાવહ નથી. 


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2022 09:14 AM IST | Alwar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK