કહલ ગામમાં RJDની સભા ચાલી રહી હતી ત્યાં અચાનક જ એક હેલિકૉપ્ટર નીચે ઊતરવા લાગ્યું જે નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીનું હતું. હેલિકૉપ્ટર ઑલમોસ્ટ જમીનની લગોલગ આવી ગયું ત્યારે પાઇલટને RJDના ઝંડા જોઈને સમજાયું કે આ તો ખોટી જગ્યાએ લૅન્ડિંગ થઈ રહ્યું છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
આજે બિહારમાં બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન થવાનું છે. જોકે એ પહેલાં શનિ-રવિવારે તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવીને ચૂંટણીપ્રચાર કર્યો હતો. એમાં શનિવારે એક મજાની ઘટના ઘટી. ભાગલપુર જિલ્લાનાં બે અલગ-અલગ ગામોમાં RJD અને BJPની જાહેર સભાઓ હતી. કહલ ગામમાં RJDની સભા ચાલી રહી હતી ત્યાં અચાનક જ એક હેલિકૉપ્ટર નીચે ઊતરવા લાગ્યું જે નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીનું હતું. હેલિકૉપ્ટર ઑલમોસ્ટ જમીનની લગોલગ આવી ગયું ત્યારે પાઇલટને RJDના ઝંડા જોઈને સમજાયું કે આ તો ખોટી જગ્યાએ લૅન્ડિંગ થઈ રહ્યું છે. લોકો એ હેલિકૉપ્ટર જોઈને એમાં RJDના તેજસ્વી યાદવ આવી રહ્યા છે એવું સમજી બેઠા એટલે જોરજોરથી તેજસ્વી યાદવના નામનો જયકાર કરવા લાગ્યા. એટલે તરત જ પાઇલટે હેલિકૉપ્ટરને પાછું હવામાં ઉઠાવી લીધું અને ત્યાંથી કલટી મારી લીધી. સભામાં હાજર લોકોએ કહ્યું હતું કે હેલિકૉપ્ટર નીચે આવ્યું અને પછી તરત જ પાછું ઊડી ગયું એ ફિલ્મી દૃશ્ય જેવું હતું.


