બૅન્ગલોરમાંથી પિન્ક વૃક્ષોની ઇમેજિસ સોશ્યલ મીડિયા પર છવાઈ છે
Offbeat
ફૂલ ગુલાબી સ્ટ્રીટ
બૅન્ગલોરની સ્ટ્રીટ્સમાં અત્યારે પિન્ક ફ્લાવર્સના લીધે કમાલનો વ્યુ જોવા મળે છે. જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન તબિબુઇઆ રોઝિયા નામના વૃક્ષ પર ફૂલોને પૂરેપૂરાં ખીલેલાં જોઈ શકાય છે. તમે અહીંની સ્ટ્રીટ્સમાંથી પસાર થાઓ ત્યારે પિન્ક ફ્લાવર્સથી સજેલાં વૃક્ષો પર અચૂક તમારી નજર જાય. બૅન્ગલોરમાંથી પિન્ક વૃક્ષોની ઇમેજિસ સોશ્યલ મીડિયા પર છવાઈ છે જે ત્યાંના લોકો દ્વારા શૅર કરવામાં આવી છે. કર્ણાટક ટૂરિઝમ ડિપાર્ટમેન્ટના ઑફિશ્યલ ટ્વિટર હૅન્ડલ પર પણ પિન્ક ફ્લાવર્સથી સજેલા વૃક્ષોની સ્ટનિંગ ઇમેજિસ શૅર કરવામાં આવી છે. આઇટી હબમાં વાઇટફીલ્ડ એરિયામાંથી કૅપ્ચર કરવામાં આવેલો આ ફોટોગ્રાફ ફોટોગ્રાફર બિપલબ મોહપાત્રા દ્વારા કૅપ્ચર કરવામાં આવ્યો છે.