વિશ્વની સૌપ્રથમ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)વાળી દેવી મલેશિયામાં ભક્તો માટે આવી ગઈ છે. મલેશિયાના તાઓવાદી મંદિરમાં ડિજિટલ દરિયાઈ દેવીની મૂર્તિ છે. એને AI માત્ઝુ મૂર્તિ કહે છે.
AI માત્ઝુ મૂર્તિ
વિશ્વની સૌપ્રથમ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)વાળી દેવી મલેશિયામાં ભક્તો માટે આવી ગઈ છે. મલેશિયાના તાઓવાદી મંદિરમાં ડિજિટલ દરિયાઈ દેવીની મૂર્તિ છે. એને AI માત્ઝુ મૂર્તિ કહે છે. દક્ષિણ મલેશિયાના તિઆન્હોઉ મંદિરમાં ભક્તો AI દેવી સાથે વાત કરતા હોય એવાં વિડિયો-ફુટેજ સોશ્યલ મીડિયા પર જોવા મળ્યાં છે. માત્ઝુ એ ચાઇનીઝ ટ્રેડિશન મુજબ સમુદ્રી દેવી છે. આ દેવી ખૂબ સુંદર છે.
આ દેવીનું સર્જન મલેશિયન ટેક્નૉલૉજી કંપની એઇમઝિને કર્યું છે. આ કંપની વ્યક્તિના ક્લોન બનાવવાની સર્વિસ પણ આપે છે. ભક્તો પોતાના મનની મૂંઝવણ આ નવાં સર્જાયેલાં AI દેવીને પૂછી શકે છે અને દેવી ખૂબ જ સૌમ્ય અને ઋજુ અવાજમાં તેમને સાંત્વન આપતો સંદેશ અને આશીર્વાદ આપે છે.
એક ભક્ત પૂછે છે, ‘દેવી, મને રાતે ઊંઘ બરાબર નથી આવતી.’ એના જવાબમાં AI માત્ઝુ દેવી સલાહ આપે છે, ‘વત્સ, સૂતાં પહેલાં થોડું ગરમ પાણી પીવાનું રાખ.’

