અમેરિકાના ઇડાહોમાં રહેતો ગ્રેટ ડેન પ્રજાતિનો રેગી નામનો સાત વર્ષનો ડૉગી વિશ્વના સૌથી મોટા ડૉગીનો રેકૉર્ડ ધરાવે છે. બીજી તરફ અમેરિકાના ફ્લૉરિડામાં રહેતી ચિહ્વાહુઆ પ્રજાતિની પર્લ નામની ચાર વર્ષની ડૉગી વિશ્વની સૌથી ટચૂકડી ડૉગીનો ખિતાબ ધરાવે છે.
રેગી અને પર્લ
અમેરિકાના ઇડાહોમાં રહેતો ગ્રેટ ડેન પ્રજાતિનો રેગી નામનો સાત વર્ષનો ડૉગી વિશ્વના સૌથી મોટા ડૉગીનો રેકૉર્ડ ધરાવે છે. બીજી તરફ અમેરિકાના ફ્લૉરિડામાં રહેતી ચિહ્વાહુઆ પ્રજાતિની પર્લ નામની ચાર વર્ષની ડૉગી વિશ્વની સૌથી ટચૂકડી ડૉગીનો ખિતાબ ધરાવે છે. ગયા મહિને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ ઑર્ગેનાઇઝેશન દ્વારા આ બે છોટે-બડે ડૉગીની મુલાકાત કરાવવામાં આવી હતી. રેગીની લંબાઈ ૩ ફુટ ૩ ઇંચની છે અને એ હાલમાં દુનિયાનો સૌથી લાંબો હયાત ડૉગ છે. એના માલિક સૅમ જૉન્સનનું કહેવું છે કે રેગી એટલો લાંબો છે કે તે કાઉન્ટ પરથી જાતે જ ખાવાનું લઈ લે છે અને ઘરમાં ઊંચે ગોઠવેલા નળમાંથી જાતે જ પાણી પી લે છે.
બીજી તરફ ફ્લૉરિડાની પર્લ નામની ટચૂકડી ડૉગીની લંબાઈ માત્ર ૩.૫૯ ઇંચની છે અને એ દુનિયાની સૌથી ટચૂકડી હયાત ડૉગી છે. પર્લની ઓનર વૅનેસા સૅમલરનું કહેવું છે કે ભલે પર્લ કદમાં નાની હોય, પણ એ પોતાને જરાય નાની નથી માનતી; એ તમામ ડૉગીઓ સાથે હળી-મળીને દોસ્તી કરી લે છે.


