આ ખાસ પ્રકારની કારમાં માત્ર હૅન્ડ જેસ્ચરથી વિવિધ ફીચર્સ કામ કરે છે
લાઇફ મસાલા
પ્રતીકાત્મક તસવીર
સાઉથ કોરિયાની રાજધાની સોલમાં હાલ વર્લ્ડ IT શો ચાલી રહ્યો છે. ગુરુવારે આ શોમાં એકથી એક ચડિયાતી નેક્સ્ટ જનરેશન પ્રોડક્ટ જોવા મળી હતી. IT શોમાં LG ઇલેક્ટ્રૉનિક્સનું ‘આલ્ફા એબલ’ મોબિલિટી વેહિકલ દર્શાવવામાં આવ્યું હતું. આ ખાસ પ્રકારની કારમાં માત્ર હૅન્ડ જેસ્ચરથી વિવિધ ફીચર્સ કામ કરે છે. સાથે જ શોમાં જર્મનીની બૉશ કંપનીની મૉલેક્યુલર ડાઇગ્નોસ્ટિક સિસ્ટમ પણ રજૂ થઈ હતી, જેમાં લૅબ સૅમ્પલ સાથેની કાર્ટ્રિજ ઇન્સર્ટ કરવાથી નિદાન સામે આવી જાય છે.