ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં દિનેશ મિશ્રા નામના ભાઈને તેમનાં જ સંતાનો અને પત્નીએ મળીને કાગળ પર મારી નાખ્યા
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં દિનેશ મિશ્રા નામના ભાઈને તેમનાં જ સંતાનો અને પત્નીએ મળીને કાગળ પર મારી નાખ્યા અને તમામ સંપત્તિ હડપી લીધી. દિનેશ મિશ્રા કામસર હરિયાણાના સોનીપતમાં રહેતા હતા. કોરોનાનો વાયરો ફેલાયો ત્યારે લગભગ એક-દોઢ વર્ષ સુધી તેઓ પરિવાર પાસે આવી નહોતા શક્યા. આ પરિસ્થિતિનો લાભ લઈને તેમની પત્નીએ પતિને મૃત ગણાવીને તેમનું ડેથ સર્ટિફિકેટ તૈયાર કરાવી લીધું. પરિવારે ૨૦૨૧ની ૨૯ ઑક્ટોબરે દિનેશ મિશ્રા કોરોનામાં મૃત્યુ પામ્યા છે એવું નોંધાવ્યું હતું. એ પછી તો ઘણી વાર દિનેશ મિશ્રા પોતાના પરિવાર પાસે આવ્યા, પરંતુ કોઈએ તેમને આ બાબતની જાણ સુધ્ધાં ન કરી અને તેમના ડેથ સર્ટિફિકેટના આધારે ઘર અને અન્ય મિલકત સંતાનોએ પોતાના નામે કરાવી લીધી. દિનેશ મિત્રાને જ્યારે આ વિશે ખબર પડી અને તેમણે વિરોધ કર્યો તો તેમને ધમકાવવામાં આવ્યા. ત્યારથી દિનેશ મિશ્રા પોતાને જીવિત સાબિત કરવા માટે ઑફિસોનાં ચક્કર કાપી રહ્યા છે.
