Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૨૦ દિવસ પહેલાં મુખ્ય પ્રધાને જે હાૅસ્પિટલનું લોકાર્પણ કરેલું ત્યાં મોબાઇલ-ટૉર્ચના અજવાળે બાળકની ડિલિવરી કરાવી

૨૦ દિવસ પહેલાં મુખ્ય પ્રધાને જે હાૅસ્પિટલનું લોકાર્પણ કરેલું ત્યાં મોબાઇલ-ટૉર્ચના અજવાળે બાળકની ડિલિવરી કરાવી

Published : 29 September, 2024 03:51 PM | IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ૨૦ દિવસ પહેલાં હૉસ્પિટલના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું,

મોબાઇલની ટૉર્ચથી મહિલાની ડિલિવરી કરાવવી પડી

અજબગજબ

મોબાઇલની ટૉર્ચથી મહિલાની ડિલિવરી કરાવવી પડી


સરકાર લોકોને સુવિધા મળે એ માટે કામ કરતી હોય છે, પણ ઘણી વાર એ સુવિધા જ સૌથી મોટી અસુવિધા બની જાય છે. બિહારના હાજીપુરની સરકારી હૉસ્પિટલમાં આવી જ સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ૨૦ દિવસ પહેલાં હૉસ્પિટલના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું, પણ ત્યાં નિયમિત લાઇટ જતી રહેતી હોવાથી મોબાઇલની ટૉર્ચથી મહિલાની ડિલિવરી કરાવવી પડી હતી. એક મહિલાને પ્રસવપીડા ઊપડતાં હાજીપુરની સરકારી હૉસ્પિટલમાં રાતે ૧.૩૦ વાગ્યે લઈ જવાઈ. હૉસ્પિટલમાં ડૉક્ટર અને સ્વાસ્થ્ય કર્મચારી હતા, પણ ત્યાં ઘોર અંધારું હતું. મહિલાની હાલત એટલી ખરાબ હતી કે ડિલિવરી કરાવવી જ પડે એમ હતું. જોકે લાઇટ નહોતી એટલે સ્ટાફે મોબાઇલની ટૉર્ચ ચાલુ કરીને ડિલિવરી કરાવવી પડી હતી. સ્વાસ્થ્ય કર્મચારીએ જ આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં મૂકીને બિહારની સ્વાસ્થ્ય સુવિધાઓની પોલ ખોલી નાખી છે એટલે આરોગ્ય વિભાગની તબિયત બગડી ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2024 03:51 PM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK